શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. તથા શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડ તથા સ્ટાફનાં માણસોને ભાવનગર જીલ્લામાં થતી મિલ્કત સંબંધી/વાહન ચોરી સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા, બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ તા.૧૭/૦૫/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો શિહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને હથિયાર અંગે મળેલ બાતમી આધારે* શિહોર તાલુકાનાં મગલાણા ગામની સીમ, ભંગડશાપીરની દરગાહ પાસેથી *અલ્લારખભાઇ જમાલભાઇ મોરી ઉ.વ.૩૮ રહે.ભંગડશાપીરની દરગાહ,મગલાણાની સીમ,મગલાણા તા.શિહોર જી.ભાવનગર મુળ-શેર મુબારક દરગાહ પાસે,ખરાવાડ વિસ્તાર, તા.ધંધુકા જી.અમદાવાદ*વાળા વગર પરવાને પોતાનાં કબ્જામાં દેશી બનાવટની લોખંડના ધાતુની સીંગલ બેરલની લાકડાનાં દોઢ ફુટ લંબાઇવાળા બટ તથા ત્રણ ફુટ લંબાઇનાં બેરલ વાળી જામગરી બંદુક સાથે મળી આવેલ.તે દેશી બનાવટની જામગરી બંદુક *કિં.રૂ.૨૦૦૦/-* ગણી તપાસ અર્થે કબ્જે કરેલ. તેનાં વિરૂધ્ધ આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની વધુ કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, હિરેનભાઇ સોલંકી,બીજલભાઇ કરમટીયા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.