સુરેન્દ્રનગર જિલ્લામાં એક માસ માટે ઓવર સ્પીડ, સ્ટંટબાજો પર પોલિસ વિભાગે શરૂ કરી સ્પેશ્યલ ડ્રાઇવ.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશકુમાર દુધાતના આદેશથી સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય હાઇવે તથા શહેરી વિસ્તારોમાં આવેલા રોડ રસ્તાઓ ઉપર ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે જો કોઈ પૂરપાટ ઝડપે અથવા નિશ્ચિત કરેલી સ્પીડથી વધુ વાહન ચલાવતા હશે તો તેમના વિરુદ્ધમાં પોલીસ વિભાગ કાર્યવાહી હાથ ધરશે તાજેતરમાં અમદાવાદમાં ઓવર સ્પીડ જતી જેગુઆર કારે નવ લોકોના જીવ લઈ લીધા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પણ ત્રણ લોકોના આ અકસ્માતમાં મોત નિપજ્યા છે ત્યારે નવ લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે સામાન્ય ઓવર સ્પીડ તેમજ ખુલ્લા હાથે ગાડી ચલાવવાના પગલે નવ લોકોની જિંદગી મોતમાં ફેરવાય છે ત્યારે આ મામલે સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસ સતત બની છે અને આજથી મુખ્ય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી અને લો એન્ડ ઓર્ડર વડા નરસિંહમાં કોમર અને આઈબી વડા અનુપમસિંહ ગહેલોત દ્વારા રાજ્યભરમાં ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત દ્વારા પણ તમામ પોલીસ કર્મચારીઓને આ મુદ્દે જરૂરી સૂચનાઓ આપી અને શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર પૂરપાટ ઝડપે ચલાવતા વાહનો અને ઉભા રાખી અને તેવા વાહનચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અમદાવાદમાં બનેલી ઘટના બીજી વખત સમગ્ર ગુજરાતમાં ન દોરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આ મામલે જિલ્લા પોલીસવડાએ પણ આ મુદ્દે ગંભીરતા દાખવી શહેરમાં સ્પોર્ટ બાઇક સાથે રોલા પડતા અને પોતાના મનમો જ પ્રમાણે બાઈક ચલાવતા કાર ચલાવતા ચાલકો સામે આજથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી જરૂરી સુચના પોલીસ વિભાગને આપવામાં આવી છે ઉચ્ચ કક્ષા અધિકારી ઓએ પણ આ મુદ્દે જિલ્લા કક્ષાના અધિકારીઓને વિડિયો કોન્ફરન્સ મારફતે જરૂરી સૂચનાઓ આપી અને આજથી શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર મોટા વાહનો સાથે રોલા પડતા વાહન ચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અને લોકપ ભેગા કરવા અંગેની જરૂરી સૂચના આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આ પ્રકારની ડ્રાઇવ આજથી શરૂ કરી દેવામાં આવી છે સાયલેન્સરો તેમજ મોટી ગાડીઓ સાથે રોલા પાડતા શખ્સો ઉપર કાર્યવાહી જિલ્લા પોલીસે હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.