કાલાવડ તાલુકાના નિકાવા ગામે 76 માં લોકશાહીના મહા પર્વ ગણતંત્ર દિવસની કરી શાનદાર ઉજવણી. - At This Time

કાલાવડ તાલુકાના નિકાવા ગામે 76 માં લોકશાહીના મહા પર્વ ગણતંત્ર દિવસની કરી શાનદાર ઉજવણી.


શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
રિપોર્ટર-હિરેનભાઈ દોંગા
કાલાવડ તાલુકાના નિકાવા ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન,પરેડ, પ્રાસંગિક પ્રવચન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા.આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને સરપંચશ્રી મીનાબેન રાજેશભાઈ મારવિયા દ્વારા ધ્વજવંદન તેમજ પરેડને સલામી આપવામાં આવી હતી.અને નિકાવા ગામના ઉપસરપંચશ્રી રસીલાબેન મનસુખભાઈ ગમઢાના અધ્યક્ષ સ્થાને બહેનોની પરેડને સલામી આપવામાં આવી હતી.ત્યારબાદ જામનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિયા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને નિકાવા ગામના પૂર્વ સરપંચ શ્રી રાજુભાઈ મારવીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
26 મી જાન્યુઆરી આપણો ભારત દેશ 76 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.ત્યારે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે સંયુક્ત કાર્યક્રમમાં શ્રી નવજીવન વિદ્યાલય,બી.બી.માધ્યમિક શાળા,શ્રી તાલુકા શાળા,શ્રી કન્યાશાળા,શ્રી સરસ્વતી શિશુ મંદિર,કાર્તિક વિદ્યાલયના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વિવિધ જુદી જુદી કૃતિઓ કેજો કેસરી કે લાલ મેરા છોટા સા યે કામ..,આરંભ હે પ્રચંડ તું,રણછોડ રંગીલા, રાજસ્થાની ડાન્સ,બેટી હિન્દુસ્તાન કી, આજ દિલ પે હાથ રખ કે, દેશભક્તિ રિમિક્સ ગીત, સંદેશે આતા હૈ, વગેરે કાર્યક્રમો રજૂ થયા હતા અને અને લોકોમાં દેશભક્તિ ઉજાગર થાય તેવી કૃતિઓ રજૂ કરી હતી.કાર્યક્રમમાં નિકાવાના સરપંચશ્રી મીનાબેન રાજેશભાઈ મારવીયા,ઉપ સરપંચશ્રી રસીલાબેન મનસુખભાઈ ગમઢા,જામનગર જિલ્લા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિયા,રાજુભાઈ મારવિયા તથા પંચાયતના સદસ્યશ્રીઓ ,મનસુખભાઈ ગમઢા,નવલભાઇ મારવિયા, જયંતીભાઈ સોંદરવા,નવલભાઇ મારવિયા,કમલેશભાઈ ગમઢા,રફિકભાઈ શાહમદાર,લાલજીભાઈ મારવીયા,જમનભાઈ વાદી, યાસીનભાઈ દોઢીયા, દામજીભાઈ રામોલિયા,જયંતીભાઈ દેગડા, રમેશભાઈ મેનપરા,તેેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો,વિવિધ શાળાના સંચાલકો,આચાર્યશ્રી,દરેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image