પાટણ : ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત,વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો નો આક્ષેપ.. - At This Time

પાટણ : ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત,વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો નો આક્ષેપ..


પાટણ..
અનિલ રામાનુજ પાટણ...

પાટણ : ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત,વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો નો આક્ષેપ..

કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાની ચર્ચા..

મોત મામલે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે,પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પાટણના ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત મા વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થી નું મોત નીપજ્યું છે. જૅ મળતી માહિતી મુજબ MBBS ના પ્રથમ વર્ષમાં વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો.સુરેન્દ્રનગર ના જેસડા ગામનો વિદ્યાર્થી હોવાનું જણવા મળ્યું છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે રેગિંગ થયું હોવાના પરિવારજનો ના આક્ષેપ છે.

એમબીબીએસ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણીયા અનિલ નટવરભાઈ નું મોત નીપજતા પરિવારજનો માં દુઃખ ની લાગણી છવાઈ છે. મળતી માહિતી મુજબ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીનું ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાની વિગતો સામે આવી હતી.

ગઈકાલે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે. જોકે, સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.

આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણિયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે, એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડિમિટ કર્યો છે. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળી છે કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે. આમ, હાલ પરિવારજનો પોતાનો વ્હાલસોયા દીકરા માટે યોગ્ય ન્યાય ની માંગ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.