ધંધુકામાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવી પોણા પાંખ લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં ઘરમાંથી ૪.૮૪ લાખના દાગીનાની ચોરી
તસ્કરો બે રૂમમાંથી સોના-ચાંદીના ઘરેણાંની તસ્કરી કરી ફરાર
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરની અપ્સરા સોસાયટીમાં તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવી પોણા પાંખ લાખથી વધુના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.
ભાઈના ખબરઅંતર પૂછવા માતા સુરેન્દ્રનગર ગયા, પુત્રમકાનને તાળું મારી દાદાના ઘરે સૂવા જતો રહ્યો હતો.
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાની અપ્સરા સોસાયટી અને હાલ ગોવાના કલંગગુટે બીચ ખાતે રહી મજૂરી કામ કરતા જીતેશભાઈ ધારશીભાઈ આંબલિયા (ઉ.વ.૨૬)ના માતા જસુબેન તેમના ભાઈ ચીકભાઈની ખબરઅંતર પૂછવા સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ગયા હતા. જ્યારે જીતેશભાઈ સાંજે સાતેક વાગ્યા આસપાસ ઘરને તાળું મારી જમવા ગયા બાદ કુબાડવાસમાં રહેતા તેમના દાદા ટપુભાઈ ફુલાભાઈ આંબલિયાના ઘરે સૂવા
માટે જતા રહ્યા હતા. ત્યારે તકનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરોએ ઘર-બે રૂમના તાળાના નકુચા સોનાનું મંગળસૂત્ર, ત્રણ વીટીં, હાર, ડોકિયું, બુટ્ટી તેમજ ચાંદીની લક્કી, ચેન, કાડિયા, ર્હોરિયા મળી રૂા.૪,૮૪,૨૦૦ની કિંમતના સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે યુવાને અજાણ્યા તસ્કર સામે ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.