ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ઈલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ તેમજ કોડીંગ નો ઇનોવેટીવ વર્કશોપ યોજાયો. કલેકટરસાહેબ તેમજ ડી.ડી.ઓ સાહેબ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે ઈલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ તેમજ કોડીંગ નો ઇનોવેટીવ વર્કશોપ યોજાયો.
કલેકટરસાહેબ તેમજ ડી.ડી.ઓ સાહેબ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી.
અમરેલી
ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ અને ટિંકરીંગ ઇન્ડિયા ના સંયુક્ત ઉપક્રમે વિશેષ બે દિવસીય ટિંકરીંગ વર્કશોપ યોજાયો. સમગ્ર વર્કશોપમાં વિશેષ માર્ગદર્શક સ્વરૂપે માસ્ટર ટ્રેનર ધ્રુવસાહેબ સૈડવા જોડાયા હતા અને વિદ્યાર્થીઓને વિશેષ ટ્રેનીંગ આપી હતી.
આધુનિક યુગમાં ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ક્રાંતિ સાથે તાલ મિલાવવા માટે બાળકોને સર્કીટ, મોટર અને સેન્સર ની દુનિયાને સમજવાનો અને તે સમજ દ્વારા અવનવા રોબોટ્સ બનાવીને એ બનાવવાનું વિજ્ઞાન અને મિકેનીઝમ શીખી શકે અને બીજાને પણ રોબોટ્સ બનાવતા શીખવી શકે તેવો અત્યાધુનિક વર્કશોપ કલામ કેમ્પસ ખાતે યોજાયો હતો. આ વર્કશોપની અંદર વિદ્યાર્થીઓએ સેન્સર સર્કિટ તેમજ વિશેષ ટ્રેનીંગના ભાગરૂપે કોડિંગનું નોલેજ પણ આપવામાં આવ્યું હતું. નજીકના ભવિષ્યમાં દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક્સ ટિંકરીંગ લાઇબ્રેરી બનાવવામાં આવશે. આ લાઇબ્રેરીની અંદર તમામ પ્રકારના સેન્સર,સર્કીટ, મોટર, વાયર, બેટરી જેવી તમામ સામગ્રી હશે આ સામગ્રી વિદ્યાર્થીઓ ઘરે લઈ જઈ શકશે અને અવનવા પ્રયોગો કરી શકશે. આ પ્રકારની વિશેષ વ્યવસ્થા કલામ કેમ્પસ ખાતે ઊભી કરવામાં આવશે.
આ તકે ધ્રુવ સૈડવા દ્વારા હજારો વિધાર્થીઓને ટ્રેનીંગ આપવામાં આવી છે અને એમના અધ્યયન પરથી એમણે જણાવ્યું કે,બાળકો જાતે પોતાની રીતે શીખવામાં નિપુણ હોય છે, એમને જો યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય વસ્તુઓ આપવામાં આવે તો બાળકો કેવી રીતે શીખવું અને કેવી રીતે સમસ્યા ઉકેલવી એ શીખતા રહેતા હોય છે. અને આ પ્રક્રિયા જો સતત ચાલતી રહે તો વિદ્યાર્થીઓ વિશેષ પ્રકારે શીખી શકે છે અને બીજાને શીખવાડી શકે તેવા સક્ષમ પણ બની શકે છે.
કલામ કેમ્પસ અને ટિંકરીંગ ઇન્ડિયા દ્વારા યોજાયેલ આ વર્કશોપ ખાતે રાખવામાં આવેલ એક્ઝીબિશનની કલેકટરસાહેબશ્રી અજય દહિંયાસાહેબ તેમજ ડી.ડી.ઓ સાહેબશ્રી ગૌરવસાહેબ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.