રાજકોટ સરકારી ઈજનેરી કોલેજમાં ‘વિકાસ સપ્તાહ’ સેમિનાર યોજાયો.
રાજકોટ શહેર તા.૧૪/૧૦/૨૦૨૪ ના રોજ રાજકોટ જિલ્લામાં કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. રાજકોટની સરકારી ઈજનેરી કોલેજમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી અન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ૧૪મી ઓક્ટોબરે ડ્રોન ટેક્નોલોજી અંગે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં આનંદ બરાકિયા, શિવમ કિહોર, ઉદય ભટ્ટ, સ્વર્ણિમા પટ્ટાનીએ મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ.કે.જી.મારડીયાના નિર્દેશ મુજબ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંકલન વિકાસ સપ્તાહના નોડલ ઓફિસર પ્રો.એમ.પી.જાનીના માર્ગદર્શન હેઠળ ડૉ.પી.એમ.પીઠડીયા તથા ડૉ.પી.આર.પંડ્યાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.