લખતર કળમ કડુ ત્રણ ગામના સીમાડે આવેલ સોગઠિયા દાદાના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ
લખતર કળમ કડુ ત્રણ ગામના સીમાડે આવેલ સોગઠિયા દાદાના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ
વર્ષો પહેલા ગાયના ધણને લઈ જતા લૂંટારુંઓ સાથે યુદ્ધ કરતા સમયે આખલો શહીદ થયો હતોલખતર ગામમાં વસવાટ કરતા ડોંડા પરિવારના સદસ્યો પોતાની ગાયના ધણ લઈ લખતર કડુ કળમ એમ ત્રણ ગામના સીમાડે આવેલ લખતર સ્ટેટના વિડ પાસે ગાય ચરાવવા ગયા હતા તે જમાના જેટલી વધુ ગાય તેટલો વધુ સમૃધ્ધ માલધારી ગણાતો હતો વગડામાં ગાયનું મોટું ધણ જોતા લૂંટારુઓની દાનત બગડતા લૂંટારુઓએ ગાય ચરાવવા આવેલ માલધારીઓની ગાયની હાંકી પોતાના કબ્જામાં લેવાનો પ્રયત્ન શરૂ કરતા માલધારીઓ અને લૂંટારુઓ વચ્ચે ધીંગાણું શરૂ થયું હતુ આ સમયે ધણમાં સાથે રહેલ ધણખૂટ ધણમાંથી નીકળી ઘરે પહોંચી ગયો હતો ઘણખૂટ લખતર આવે તેપહેલા ગામમાં જાણ થઈ ગઈ હતી કે લૂંટારું અને માલધારીઓ વચ્ચે ધીંગાણું ચાલી રહ્યું છે આથી ધીંગાણુ થયેલ જગ્યાએથી લખતર આવી પહોંચેલ ધણખૂટને કંકુમા નામની વૃધ્ધ મહિલાએ ઘણખૂટને સંભળાવ્યું હતું કે જા સાલા નમાલા ત્યાં ધીંગાણું થઈ રહ્યું છે અને તુ ઘરે આવી ગયો છું મારે શું તારી પૂજા કરવી આથી ઘણખૂટને લાગી આવતા તે ધીંગાણાના સ્થળે પરત પહોંચ્યો હતો અને લૂંટારુઓ ઉપર તૂટી પડ્યો હતો બધા લૂંટારું ભાગી છૂટયા હતા એક લૂંટારુએ ઝાડની ઓથેથી ઘણખૂટની ગરદન ઉપર ઘા કરતા ઘણખૂટ ત્યાંનેત્યાં રામશરણ થયો હતો આથી ડોંડા પરિવાર દ્વારા જે જગ્યાએ ઘણખૂટ શહીદ થયો હતો તે જગ્યાએ તેની ખાંભીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી ઘણખૂટ સોંગઠિયા દાદા તરીકે પૂજાય છે આજની તારીખે ડોંડા પરિવારમાં પરણીને આવેલી મહિલાઓ જ્યારે પણ સોંગઠિયા દાદાના દર્શન કરવા જાય છે ત્યારે અચૂક સોંગઠિયાદાદાની લાશ કાઢે છે આજે દર વર્ષે યોજાતા સોંગઠિયાદાદાના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સોંગઠિયાદાદાના પાટોત્સવ નિમીતે હજારો લિટર ગાયના દૂધની ખીર બનાવી સોંગથિયદાદાને ધરાવવામાં આવી હતી સોંગથિયની જગ્યામાં ઉપસ્થિત રહેલ શ્રધ્ધાળુ ભક્તજન પાટોત્સવમાં ઉપસ્થિત રહી ખીરની પ્રસાદી લઈ ધન્ય બન્યા હતા
રિપોર્ટર વિજય જોષી લખતર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.