ધંધુકા તાલુકાનું હડાળા ભાલ નું ગૌરવ - At This Time

ધંધુકા તાલુકાનું હડાળા ભાલ નું ગૌરવ


અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના હડાળા ભાલ નું ગૌરવ
ધંધુકા નું હડાળા ભાલ અનોખી સિદ્ધિ હડાળા જેવા નાના એવા ગામડા માંથી ખો ખો રમત માં આજે 2 ખેલાડી ઇન્ડોનેશિયા ખાતે રમવા ઇન્ડિયા ની ટીમમાં માટે રવાના થઈ ગામ પરિવાર રાજ્ય નું નામ રોશન કરેલ છે જેમાં
સોલંકી નિકિતા એલ.
ગાંગડિયા નીલમ કે.

પ્રાચીન કાળથી રમત માનવીના જીવનક્રમના એક અંગ તરીકે પ્રસ્થાપિત થયેલી પ્રવૃત્તિ છે. માનવીના ઉત્પત્તિકાળથી તેની મુખ્ય અને મોટી ગતિઓ તેના પગ, હાથ તથા પીઠ દ્વારા થાય છે. પગથી તે ચાલે છે, દોડે છે, કૂદે છે, તરે છે, ઊંચે ચડે છે અને પેટે સરકે છે; હાથથી તે ચીજોને ઝીલે છે, ફેંકે છે, અફાળે છે અને ધકેલે છે; પીઠથી તે ડાબી કે જમણી બાજુએ અને આગળ તથા પાછળ તેમજ નીચે વળે છે અને કમર આગળથી શરીરને ગોળ ફેરવે છે. આ બધી ગતિઓ તેના જીવન માટે જરૂરી છે. તેવી ગતિ વગર ખોરાક મેળવવાના તથા દુશ્મનથી બચવાના વિવિધ પ્રયાસો થઈ શકતા નથી. આ બધી ગતિઓ કરવી તેને ગમે છે. રમતોમાં આવી વિવિધ સ્વાભાવિક ગતિઓ કરવાની હોય છે, તેથી બાળકોને તથા યુવાનોને તે ગમે છે. રમતો રમવાથી બાળકોને અને યુવાનોને આનંદ મળે છે તથા તેમનો શરીરવિકાસ સધાય છે; તેની સાથે તેમના મગજનો અને આંખ, કાન જેવી બોધેન્દ્રિયો તેમજ આખા નાડીતંત્રનો વિકાસ સધાય છે. આમ, બાળકના અને યુવકોના શારીરિક, માનસિક તથા સામાજિક વિકાસ માટે રમતો અનિવાર્ય છે.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.