ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ચોરીના ગુન્હામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની ઝડપી પાડ્યો
ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાન નિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા ના હોય એ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે સૂચના કરેલ હોય જે સંદર્ભે સ્મિત ગોહિલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ઈડર ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા અને તેમના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા આવા ઇસમોને પકડવા સૂચના આપેલ હતી
જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા તે દરમિયાન પો.કો. દિલીપભાઈ રણછોડભાઈ ને ખાનગી બાતમી મળી કે છેલ્લા પાંચેક વર્ષથી નાસતો ફરતો આરોપી ટીણિયા શીવાભાઈ પારગી રહે સાવન કચારા તાલુકો કોટડા. જીલ્લો ઉદેપુર રાજસ્થાન વાળો ગુનાઓમાં નાસતો ફરતો હોય અને જે ખેડબ્રહ્મા થી ઈકો ગાડીમાં બેસી ઈડર તરફ જનાર છે જેને કાળા કલરનું જેકેટ તથા કાળા કલરનું પેન્ટ પહેલે છે જે બાતમી હકીકત આધારે પોલીસના માણસો સાથે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન આગળ વોચ તપાસમાં હતા અને વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક eeco ગાડી માંથી ઉપરોક્ત વર્ણનવાળો આરોપી મળી આવતા જેને પૂછપરછ કરતા ઉપરોક્ત ગુનામાં સામેલ હોવાની કબુલાત કરતા તેના વિરુદ્ધ નાસતા ફરતા અંગેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી
આમ છેલ્લા પાંચેક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં પોલીસની સફળતા મળી હતી ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની કામગીરીને ખેડબ્રહ્મા ના નગરજનોએ બિરદાવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891
9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે
