જસદણના જસાપર ગામનો બ્રિજ મંજૂર થતા કેબિનેટ મંત્રી બાવળિયાનું સન્માન - At This Time

જસદણના જસાપર ગામનો બ્રિજ મંજૂર થતા કેબિનેટ મંત્રી બાવળિયાનું સન્માન


તાલુકાના જસાપર જીવાપર રોડ ઉપર બ્રિજ બનાવવાની જરૂરિયાત હતી આ અંગે મનસુખભાઈ ડામસિયા સહિતના લોકોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરી હતી કુંવરજીભાઈએ માર્ગ મકાન વિભાગમાં રજૂઆત કરી અંગત રસ લઈને રૂપિયા ૬.૨૫ કરોડની રકમનો બ્રિજ મંજૂર કરાવ્યો હતો. બ્રિજનું કામ મંજુર થતાં જસાપર ગામના પૂર્વ સરપંચ અને તાલુકા ભાજપનાં પૂર્વ મહામંત્રી મનસુખભાઈ ડામસિયા, ધીરુભાઈ ચોથાણી, કાળુભાઈ ઢોલરીયા, યોગેશભાઈ ડામસિયા, દેવશીભાઈ ડામસિયા, રમેશભાઈ વઘાસિયા, ધનજીભાઈ ડામસિયા, પંકજભાઈ પાનસુરીયા, ભુપતભાઈ ડામસિયા, અરવિંદભાઈ કથરીયા સહિતના ગ્રામજનોએ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો સન્માન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.