કેશોદની આઝાદ ક્લબ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ -2024ની ઉજવણી - At This Time

કેશોદની આઝાદ ક્લબ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસ -2024ની ઉજવણી


સમગ્ર દેશમાં રમતગમતની પરંપરાને યાદ કરવા માટે 29 ઓગસ્ટના રોજ 'રાષ્ટ્રીય ખેલ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.આ દિવસે મેજર ધ્યાનચંદ અને અન્ય ભારતીય રમતના દિગ્ગજોને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે.હોકીના જાદુગર તરીકે સુવિખ્યાત પદ્મભૂષણ મેજર ધ્યાનચંદની આજે 113 મી જન્મ જયંતી નિમિત્તે આઝાદી સમયથી પ્રવૃત્તિ સેવાકીય, સાંસ્કૃતિક અને રમતગમત ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી કેશોદની આઝાદ ક્લબ ખાતે જુદી જુદી ઇન્ડોર રમતોનું આયોજન કરી "રાષ્ટ્રીય ખેલ દિવસ"'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જયેશભાઈ કૌશિક ટ્રસ્ટી ડૉ.પ્રેમાંગભાઈ ધનેશા,ડો.રાજેશ સાંગાણી, હરીશભાઈ ચાંદ્રાણી,દિનેશભાઈ કાનાબાર, ડો.સ્નેહલ તન્ના,આર.પી.સોલંકી,ડો.મયુર મેઘપરા,ડો.હાર્દિક ચુડાસમા,હરસુખભાઈ સિધપરા, દિનેશ રાજા,નીરજ રાયચડા, વિકાસ ચોલેરા,હિતેશ દેવાણી,અરુણ વ્યાસ,ચિરાગ ઠુંમર વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી.આ તકે ટેબલ ટેનિસ,કેરમ અને ચેસ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આઝાદ કલબ ખાતે કબડ્ડી,વોલીબોલ શૂટિંગબોલ,ચેસ,કેરમ અને ટેબલ ટેનિસ જેવી રમતના ખેલાડીઓ નિયમિતપણે પ્રેક્ટિસ કરતા હોય છે અને ખેલ મહાકુંભ ની વિવિધ જિલ્લા સ્તરની સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે.

       કાર્યક્રમના પ્રારંભે આઝાદ કલબના પ્રમુખ ડો.હમીરસિંહ વાળાએ રાષ્ટ્રીય ખેલ દિવસ વિશે માહિતી આપી હતી અને આગામી 2036 ના ઓલમ્પિકસનું આયોજન ભારતમાં થનાર હોય તેની તૈયારી અંગેની જાણકારી આપી હતી.

         આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ ચાંદ્રાણી,જીગ્નેશભાઈ ચોવટીયા,મહેન્દ્ર સાંચલા ટેબલ ટેનિસના ખેલાડીઓ વગેરેએ જેહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરસુખભાઈ લશ્કરીએ કર્યું હતું.


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.