માધવ પાન પાર્લરના માલિક સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
માધવ પાન પાર્લરના માલિક સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બોટાદ પોલીસે જુલાઈ માસમાં શહેરમાં આવેલ એસ. ટી ડેપોમાં એક પાન પાર્લરની દુકાનમાં બાતમીના આધારે રેડ કરતા દુકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની આર્યુવેદીક સિરપની 28 બોટલ મળી આવી હતી. જ્યારે પોલીસે 4172 રૂપિયા કિંમતની 28 બોટલ જપ્ત કરી દુકાનના માલિક વિરૂધ્ધ જાણવા જોગ ફરીયાદ નોંધી શંકાસ્પદ સિરપ ની બોટલના સેમ્પલ જૂનાગઢ એફએસએલ મા મોકલેલ જે જપ્ત કરેલ સિરપ મા આલકોલ હોવાનું એફએસએલ ના રીપોર્ટ મા આવતા બોટાદ પોલીસે દુકાનના માલિક સહિત બે શખ્સો સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને પકડવા ચકો ગતીમાન કર્યા છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.