વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે થયેલ એટ્રોસિટી ફરિયાદની ગોકળ ગાયની ગતિ એ તપાસ શા માટે ?
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે થયેલ એટ્રોસિટી ફરિયાદની ગોકળ ગાયની ગતિ એ તપાસ શા માટે ?
વિસાવદર
વિસાવદર તાલુકામાં અવારનવાર દલિત સમાજ ઉપર એનકેન પ્રકારે અન્ય સમાજ દ્વારા શોષણ થઇ રહીયુ છે. જેના એક કિસ્સો બહાર આવીયો છે.
વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના દલિત યુવાન મકવાણા ખોડુભાઇ અમરાભાઈ તારીખ13/12/22 ના રોજ ગામની શાળા માં વાલી મિટિંગ ચાલતી હતી. જેમાં પણ એક વાલી તરીકે હાજરી આપી હતી. મિટિંગ દરમ્યાન કિશોરીઓની છેડતી બાબત વાતાઘાટો ચાલતી હતી તીયારે, ખોડુભાઇ એ પોતાનો પ્રશ્ન રજૂ કરતા કહીંયુ હતું, તીયારે ત્યાં ઉપસ્થિત ગામના સરપંચ પૂર્વ સરપંચ વગરે લોકોએ ને હડધૂત કરી સ્કૂલ બહાર કાઢી મુકેલ આ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ સ્થળ પર આવી હતી. પણ તમારે ફરિયાદ કરવી હોય તો, વિસાવદર આવવું પડશે તેમ કહેલ.
ત્યારબાદ વિસાવદર આવી તારીખ 13/12/22ના રોજ ફરિયાદ દાખલ કરેલ પણ હજુ આજ દિવસ સુધી આ બાબતે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. કે..કોઈપણ પ્રકારની આગળની કાર્યવાહી કરવામાં આવી નથી.
આ બનાવમાં જે લોકો પર ફરિયાદ કરવામાં આવી છે. તે લોકો રાજકીય વગ ધરાવતા હોવાથી પોલીસ પણ તેની સામે નિષ્ક્રિય થઇ ગઈ હોય તેવું દલિત સમાજમાં ચર્ચાઈ રહીયુ છે.
આ મામલે ઝડપ થી કાર્યવાહી થાય નહીંતર દલિત સમાજ દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી ચર્ચા થઇ રહી છે.
રિપોર્ટ ભનુભાઇ સાસિયા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.