ભોમેશ્વર વાડીમાં 27 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

ભોમેશ્વર વાડીમાં 27 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


જામનગર રોડ ભોમેશ્ર્વર વાડીમાં રહેતી 27 વર્ષિય યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.બનાવની વિગત મુજબ જામનગર રોડ ભોમેશ્વર વાડીમાં રહેતાં સિમરનબેન શેરમહમદભાઈ પઠાણ (ઉ.વ.27) તેણીએ ગઈ કાલે સાંજે પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં તેણીને તાકિદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેણીનાં આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image