શાખપુર બેંક ની અંદર એટીએમ બેંક સાથે જ બંધ થઈ જાય નાણાં કેવી રીતે ઉપાડવા ?
શાખપુર બેંક ની અંદર એટીએમ બેંક સાથે જ બંધ થઈ જાય નાણાં કેવી રીતે ઉપાડવા ?
દામનગર ના શાખપુર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એટીએમ બ્રાન્ચ ની અંદર હોવાથી બેંક બંધ થયા પછી એટીએમ માં પૈસા ઉપાડવાની ગ્રાહકોને ભારે મુશ્કેલી જેની રજૂઆત શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે અમરેલી એસબીઆઇની હેડ ઓફિસના એજીએમને ટેલિફોનિક વાતચીત કરીને અને એક વર્ષ પહેલાં લેટર લખીને રજૂઆત કરી હતી સત્તા આજ દિન સુધી તેનો કોઈ નિવેડો આવેલ નથી જેથી આજુબાજુના ગામ શાખપુર પાંચ તલાવડા નાના રાજકોટ નાના કણકોટ ખારા અને કલ્યાણપરના ગ્રાહકોને ભારે મુશ્કેલી પડી રહી છે કરોડો રૂપિયાની ટર્નઓવર ધરાવતી આ બ્રાન્ચ મોટાભાગના ગ્રાહકો એટીએમ થી વહીવટ કરે છે અને બેંક નિયમ અનુસાર એટીએમ નું ભાડું પણ વસૂલાત કરે છે તો બ્રાન્ચ બંધ થયા પછી જો લોકોને પૈસા ઉપાડવા હોય તો 6 km ગારીયાધાર જવું પડે છે જેથી વહેલી તકે બ્રાંચની અંદર રહેલું એટીએમ બહાર મૂકવામાં આવે તેવી રજૂઆત ફરી વખત શાખપુર સરપંચે કરી છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.