માળિયા હાટીના તાલુકાના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અને તાનાશાહી દૂર કરો નારા સાથે વિરોધ પ્રદર્શન કરી સાથે પાનકાર્ડ આધારકાર્ડ લિંકના મુદ્દે મામલતદાર ને આપ્યું આવેદન પત્ર - At This Time

માળિયા હાટીના તાલુકાના કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો અને તાનાશાહી દૂર કરો નારા સાથે વિરોધ પ્રદર્શન કરી સાથે પાનકાર્ડ આધારકાર્ડ લિંકના મુદ્દે મામલતદાર ને આપ્યું આવેદન પત્ર


માળિયા હાટીન માં માળિયા હાટીના તાલુકા કોંગ્રેસના આગેવાનો માલદેભાઈ પીઠીયા , ભરતસિંહ ભલગરીયા, સહિત આગેવાનો દ્વારા અત્રેની મામલતદાર કચેરીના પટાંગણમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા અને વિધાનસભાની સભ્ય પદ પરથી વિમુખ કરી સત્તપક્ષની લોકશાહી ખતમ કરવાના જે પ્રયાસ થઈ રહ્યો છે તેના વિરોધમાં અને હાલમાં આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવામાં રૂ 1000 જેવી રકમ દંડ ના નામે ઉઘરાવવામાં આવતી હોય અને આર્થિક નાના માણસો પોતાના રોજગાર ધંધા બંધ કરી પરેશાની ભોગવી રહ્યા હોય અને નાના માણસોનું આર્થિક બજેટ ખોરવાઈ જતું હોય તેમજ સ્થાનિક પંચાયતોમાં નોંધ ન હોય તેવા કિસ્સામાં જન્મ તારીખના દાખલા ને આધારે આધારકાર્ડ ફેરફાર કરવાની વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે તે માટે રેલી કાઢી મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવે આ તકે અને ઘરણાં તેમજ " લોકશાહી બચાવો તાનાશાહી દૂર કરો નારા લગાવ્યા " ત્યારે ત્યારે માળિયા હાટીના પોલીસના પીએસઆઇ બી કે ચાવડા તથા સ્ટાફ દ્વારા કોંગ્રેસ પ્રમુખ માલદેભાઈ પીઠીયા, ભરતસિંહ ભલગરીયા, પી ડી મકવાણા , દેવાભાઇ મોકરીયા , છગનભાઈ સગર, મહેન્દ્રભાઈ ગોરડ સહિત જેટલા કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકરોની અટક કરવામાં આવેલ જ્યારે કોંગ્રેસ દ્વારા શાંતિ પૂર્ણ દેખાવ કરી આવેદનપત્ર આપવા આવ્યા હતા ત્યારે તાનાશાહી ભાજપ સરકાર દ્વારા પોલીસતંત્ર નો દુરુપયોગ કરી અમારા ન્યાય માટે ના અવાજ ને દબાવવાનો પ્રયાસ કરાયો છે તેવી કોંગ્રેસ આગેવાન ભરતભાઈ ભલગરીયાએ પ્રતિક્રિયા આપી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.