ભલે પધારશે - ચૂંટણી પહેલા 3 વાર પ્રવાસ કરી ચૂકેલા રાહુલ ગાંધીનો બે મહિના બાદ ગુજરાત પ્રવાસ - At This Time

ભલે પધારશે – ચૂંટણી પહેલા 3 વાર પ્રવાસ કરી ચૂકેલા રાહુલ ગાંધીનો બે મહિના બાદ ગુજરાત પ્રવાસ


વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક મોટી પાર્ટીના નેતાઓના પ્રવાસ ગુજરાતમાં યોજાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતની જવાબદારી જેના સીરે છે તેવા રાહુલ ગાંધીના અત્યાર સુધી ચૂંટણીલક્ષી ત્રણ પ્રવાસો યોજાયા છે. જ્યારે કેજરીવાલના 10 દિવસમાં ત્રણ પ્રવાસ યોજાઈ રહ્યા છે. જૂન મહિનામાં ગુજરાત આવેલા રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે.
અગાઉ રાહુલ ગાંઘીના આદિવાસી વિસ્તારોમાં બે પ્રવાસો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત એ પહેલા 4થી 5 મહિના પહેલા દ્વારકામાં ચિંતન શિબિરમાં હાજર રહ્યા હતા ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતમાં આવી રહ્યા છે. ભારત જોડો યાત્રા પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે આવશે. આ દરમિયાન તેઓ મહત્વની બેઠકો યોજશે. કોંગ્રેસના ચૂંટણી કોમ્પેઈનના શ્રી ગણેશ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવશે. ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સાથે તેમજ જનમિત્ર, સંગઠન, હોદ્દેદારો ધારાસભ્યો સાથે પણ મહત્વની બેઠક યોજવામાં આવશે. 

કોંગ્રેસના અત્યારે એક પછી એક નેતાઓ તૂટી રહ્યા છે અને બીજેપીમાં જોડાઈ રહ્યા છે ત્યારે કેટલાક નેતાઓ કોંગ્રેસના બીજેપીની સંપર્કમાં હોવાની પણ અટકળો વહેતી થઈ હતી ત્યારે કોંગ્રેસને મજબૂતાઈથી આગળ વધારવા માટે અશોક ગેહલોતને જવાબદારી સોંપાઈ છે. જેઓ આજથી પરી ગુજરાતમાં બેઠકો કરશે. આજે સાંજે તેમની મહત્વની બેઠક મળશે ત્યારે રાહુલ ગાંધીનો પણ ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.