પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડલ દ્વારા મજદૂર દિવસ નિમિત્તે તેજસ્વી કર્મચારીઓનું સન્માન
પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ભાવનગર મંડલ દ્વારા મજદૂર દિવસ નિમિત્તે તેજસ્વી કર્મચારીઓનું સન્માન
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડલ દ્વારા 02 મે 2024 (ગુરુવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન ખાતે "મજદૂર દિવસ" નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિવિઝનના સેફ્ટી કેટેગરીના 11 ગુણવાન કર્મચારીઓને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડલની અધ્યક્ષા શ્રીમતી સંતોષી જી દ્વારા પ્રમાણપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંતોષીજીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે મંડલના અમારા કર્મચારીઓ સખત મહેનત કરે છે અને ખૂબ જ નિષ્ઠા અને સમર્પણ સાથે તેમની ફરજો બજાવે છે. આના પરિણામે આપણો મંડલ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે. આ ભાવનામાં, અમે મહિલા સમિતિ દ્વારા મંડલના મહેનતુ કર્મચારીઓના મહત્વપૂર્ણ યોગદાનને સન્માનિત કરતા આનંદ અનુભવીએ છીએ. દરેક સ્તરે કામ કરતા કર્મચારીઓ મહત્વપૂર્ણ છે. તેમણે તમામ સન્માનિત કર્મચારીઓને અભિનંદન અને તેમની મહેનતની હૃદયપૂર્વક પ્રશંસા કરી. આ સાથે તેમણે દરેકને પોતાનું સારું કામ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડલ દ્વારા દર વર્ષે કર્મચારીઓનું મનોબળ વધારવા અને પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે મહિલા કલ્યાણ સંગઠનની તમામ સભ્યાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.