શ્રી આદર્શ બી.એડ કોલેજમાં સેમેસ્ટર-1 ના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો
તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સાથે જોડાયેલ શ્રી આદર્શ બી.એડ કોલેજના સેમેસ્ટર-1 તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ પરંપરાગત રીતે અને હર્ષઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમની શુભ શરૂઆત તાલીમાર્થીઓને કુમકુમ તિલક કરીને ઢોલ શરણાઈ ના સુર સાથે પુષ્પવર્ષાથી પ્રવેશ આપવામાં આવ્યો. ત્યારબાદ તાલીમાર્થી બહેનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત ડો. લલીતભાઈ સિદ્ધપુરા દ્વારા કરવામાં આવ્યું અને સંસ્થા પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ સેમેસ્ટર-3 ના તાલીમાર્થીઓએ પ્રાર્થના, સ્વાગત ગીત, ભજન, ધુંન, લોકગીત વગેરેની સુંદર રજૂઆત કરી હતી. સેમેસ્ટર-3 ના તાલીમાર્થી પાટડીયા દર્શભાઈ એ બી.એડ.ના સ્મરણો રજૂ કર્યા હતા. ત્યારબાદ અધ્યાપક શ્રી શ્વેતાબેન બ્રહ્મભટ્ટ તથા નસીમબેન બીલખીયા એ પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓનું અભિવાદન કર્યું હતું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ ત્રાસડીયાએ તાલીમાર્થીઓને આશીવચન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં જાણીતા કવિશ્રી, નિબંધકાર, ગઝલકાર શ્રી જયંતભાઈ ડાંગોદરા સાહેબ તથા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ શ્રી દર્શક ભાઈ આચાર્ય તથા શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ ત્રાસડીયા તથા ખજાનચી શ્રી મનસુખભાઈ ટાકોલિયા તથા સંકુલ માં ચાલતા તમામ વિભાગના આચાર્યશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેમેસ્ટર-3 ના તાલીમાર્થી બહેન વિત્તેશ્વરીબેન ધાધલે કર્યું હતું. કાર્યક્રમના અંતે આભાર વિધિ અધ્યાપક શ્રી રણજીતભાઈ ડાભીએ કરી હતી સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રી તુષારભાઈ રાવલના માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.