બનાસકાંઠાના ધોરણ 10 અને 12ના 9460 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે
પાલનપુર,તા.17બનાસકાંઠામાં ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ ચાલુ સાલે લેવાયેલ
બોર્ડની પરીક્ષામા એક કે બે વિષયમાં ઉતીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે
૧૮ થી ૨૧ જુલાઈ દરમિયાન જિલ્લાના ૯૪૬૦
વિદ્યાર્થીઓ પાલનપુર કેન્દ્ર ખાતે સીસીટીવીથી સજજ ૧૭ બિલ્ડીંગમા પૂરક પરીક્ષા
આપશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ સાલે માર્ચ
મહિનામાં લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ વિજ્ઞાાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં એક કે બે વિષયમા નાપાસ થયા હોય તેમજ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એક વિષય મા નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ
બોર્ડ દ્વારા તા.૧૮ થી ૨૧ જુલાઈ દરમિયાન
પૂરક પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે .જેમાં બનાસકાંઠામાં ના ધોરણ ૧૦ ના
૮૭૦૬ ,ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહ ના ૫૪૮ ે અને ધોરણ ૧૨ સામાન્ય
પ્રવાહ ના ૨૧૬ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છ.ે જેને લઇ જિલ્લા શિક્ષણ વિભાગ
દ્વારા પાલનપુર ખાતે કેન્દ્ર ની ફાળવણી કરવામાં આવી છે .જેમાં ધોરણ ૧૦ ના ૧૭
બિલ્ડીંગ ૧૨ સામાન્ય પ્રવાહના ૭ અને ૧૨
વિજ્ઞાાન પ્રવાહ ના ૩ બિલ્ડીંગમા પરીક્ષા યોજાશ.ે તમામ બિલ્ડીગ સી સી ટીવી ની બાજ
નજર સાથે
વિદ્યાર્થીઓ શાંતિમય રીતે પરીક્ષા
આપે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ
તૈયારીઓ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.