બોટાદ મા ભષ્ટ્રાચારીઓ એ માજા મુકી, રહીશોએ મોટા પાયે ભટ્ટાચાર ના આક્ષેપ લગાવ્યા - At This Time

બોટાદ મા ભષ્ટ્રાચારીઓ એ માજા મુકી, રહીશોએ મોટા પાયે ભટ્ટાચાર ના આક્ષેપ લગાવ્યા


(અસરફ જાંગડ દ્વારા)
કોન્ટ્રાક્ટરો ને ધી, કેળા, ને લાડવા તો તંત્ર પણ ધોર નિંદ્રા માં, બોટાદ ના ખસ રોડ પર બની રહેલ પુલ મા મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ત્યાંના રહીશો દ્વારા લગાવવા મા આવ્યા છે, ત્યારે મીડિયા દ્વારા રૂબરૂ મુલાકાત કરતા જાણવા મળ્યુ હતુ કે લાખો ના ખર્ચે બની રહેલ આ પુલ મા સીમેન્ટ, લોખંડ, રેતી સહિત કોઈ પણ પ્રકારનુ મટીરીયલ્સ ગુણવત્તા વાળુ વપરાય રહ્યુ નથી. તેમજ પુલ ના ચણતર નુ કામ રાત્રી ના સમયે કરી રેતી, સીમેન્ટ અને પાણી ની રબડી બનાવી રાત્રી ના સમયે ઠેલવી દેવામા આવે છે, તેમજ કોઈ પણ કાળજી વગર આ પુલ બનાવવમા આવતો હોય તેવુ ત્યાના રહીશો દ્વારા જાણવા મળ્યુ હતુ. તેમના દ્વારા એ પણ જણાવવામા આવ્યુ કે આ ખસ રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આ પુલ ના કોન્ટ્રાક્ટરને જ આપવામા આવ્યો છે અને તેની સમય મર્યાદા પણ પુરી થઈ ગઇ છે છતા પણ આ સમયે હજી ખાલી પુલ નુ જ કામ શરૂ કરવામા આવ્યુ છે અને એમા પણ લોટ પાણી ને લાડવા કરી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શુ તંત્ર ને કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપી તેની તપાસ ની કોઈ જવાબદારી નથી આવતી કે પછી તેરી ભી ચૂપ-મેરી ભી ચુપ નો ખેલ રમાઈ ચુક્યો છે? તે સૌથી મોટો સવાલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.