જસદણની 108 ની ટીમે પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો - At This Time

જસદણની 108 ની ટીમે પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો


જસદણની 108 ની ટીમે પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો
- સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરીમાં 830 પ્રસુતાઓ સહિત અત્યાર સુધીમાં કુલ 1,27,784 પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવાઈ છે.
- રાજકોટ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં 40 પ્રસુતા સહિત અત્યાર સુધીમાં 6679 પ્રસુતાઓની ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવાઈ છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કેશવાલા ગામે પ્રસુતાની એમ્બ્યુલન્સમાં જ સફળ નોર્મલ પ્રસુતિ કરાવી જસદણની 108 ની ટીમે માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. આ પ્રસવ કેઈસ અંગે વધુ માહિતી આપતા રાજકોટ જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના ગોંડલ તાલુકાના કેશવાલા ગામે ખેતમજૂરી કામ અર્થે આવેલા 25 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતાં જસદણ તાલુકાના સાણથલીના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. 4 કલાક જેવી જહેમતના અંતે પ્રસુતિ મુશ્કેલ જણાતા જસદણની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવાનું નક્કી થયું હતું. સમયબદ્ધ એવી જસદણ 108 ની ટીમ કોલ મળતાની સાથે જ ઈએમટી ઈન્દ્રજીતભાઈ ડાંગર અને પાયલોટ દેવાયતભાઈ રાઠોડ ગણતરીની મિનિટોમાં જ સાણથલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ગયા હતા. ત્યાં જઈને ઈએમટી ઈન્દ્રજીતભાઈએ પ્રસુતાની તપાસ કરતા જણાયું કે પ્રસુતિ સત્વરે ન થાય તો જીવનું જોખમ વધી શકે તેમ હોવાથી 108 એમ્બ્યુલન્સ રસ્તાની સાઈડમાં જ ઉભી રાખી હેડ ઓફિસના ડો.મહેતાબેન અને ડો. જે.ડી.પટેલની ટેલીફોનીક મદદ મેળવી એમ્બ્યુલન્સમાં જ સમયસૂચકતા સાથે સફળતાપૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી યોગ્ય સારવાર આપી માતા અને નવજાત શિશુનો અમૂલ્ય જીવ બચાવ્યો હતો. બાદમાં વધુ સારવાર અર્થે આ મહિલાને જસદણની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબોએ મહિલા અને બાળકને બાકીની જરૂરી સારવાર આપી હતી. હાલ નવજાત શિશુ તથા માતા બન્ને સંપૂર્ણપણે સ્વસ્થ છે. અનેક લોકોને મોતના મુખેથી ઉગાવનાર 108 ના સ્ટાફે એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી આ મહિલાનો અમૂલ્ય જીવ બચાવતી જીવાદોરી સમાન 108 ટીમની સચોટ કામગીરીની નોંધ લઈ તેણીના પરિવારે 108 ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.

રાજકોટ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં 40 પ્રસુતા સહિત અત્યાર સુધીમાં 6679 પ્રસુતાઓની ઈએમટી દ્વારા એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવાઈ છે.

ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવામાં 108 ની સેવા મહત્વની સાબિત થઈ છે. ત્યારે 108 માં આવતાં પ્રસવ કેઈસ વિશે વિગતો આપતાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, 108 સેવામાં આવતા કેઈસ પૈકી સૌથી વધુ કેઈસ ગર્ભાવસ્થાને લગતા આવતા હોય છે. જેમાં જરૂર પડ્યે એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવામાં આવતી હોય છે. સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરી માસમાં 830 પ્રસુતાઓ સહિત અત્યાર સુધીમાં કુલ 1,27,784 પ્રસુતાઓની સફળ પ્રસુતિ એમ્બ્યુલન્સમાં જ કરાવવામાં આવી છે. જે પૈકી રાજકોટ જિલ્લામાં 108 ના ઈએમટી દ્વારા ફેબ્રુઆરી માસમાં 40 પ્રસુતા સહિત અત્યાર સુધીમાં 6679 પ્રસુતાઓની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુનું અમૂલ્ય જીવન બચાવવામાં આવ્યા છે.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.