ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી, રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ - At This Time

ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની કાઢી ઝાટકણી, રાજકોટ મનપા કમિશનરને ફટકારી નોટીસ


રાજકોટમાં અગ્નિકાંડનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે. આ મામલે સુઓમોટો હાથ ધરતાં ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. હાઈકોર્ટે આજે બીજી વખત સુનાવણી કરી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ સમગ્ર મુદ્દે રાજજકોટ મહાનગરપાલિકા(RMC)ને ઉધાડી લીધી હતી અને જણાવ્યું હતું કે, આદેશ છતાં નિયમોનું પાલન કેમ ન કરાયું. તેમજ બેદરકારી રાખી આદેશનું પાલન ન થવાથી અગ્નિકાંડ થયો. તેમજ શું ગેમઝોનમાં મંજૂરી આપવામાં આવી હતી? ગેમઝોનમાં ફાયર સેફ્ટીનું ધ્યાન કેમ ન રખાયું.
ગુજરાત હાઇકોર્ટે તંત્ર અને સરકારને ઉડાધી લેતા કહ્યું હતું કે, ‘અમને સરકાર અને તંત્ર પર ભરોસો નથી. કોઈ પણ મંજૂરી વિના ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હતું તો RMC શું કરતું હતું?’ આટલું જ નહીં કોર્ટે કમિશનરને પણ તતડાવતા આકરા સવાલ કર્યા હતા.
વધુમાં કહ્યું હતું કે ‘અમને સરકારની મશીનરી પર ભરોસો નથી રહ્યો, કોર્ટના નિર્દેશો છતાં આવી ઘટનાઓ બને છે. 18 મહિનાથી તમને આ ગેમ ઝોન વિશે ખબર જ નહોતી? ઉદ્ઘાટનમાં RMC કમિશનર જાય છે તો કોર્ટના નિર્દેશોનું શું કર્યું? કોર્ટે RMCને સવાલ પૂછ્યો હતો, કે ‘આ ગેમ ઝોન ક્યારે કામ કરતો થયો? પરમિશન માગી નહીં પણ તમારી જવાબદારી તો હતી ને.’
રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિશ્નરને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશ્નરને નોટીસ આપી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેફ્ટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.