**લીમડી નગરજનોના લોકમુખે વેધક સવાલો, શું લીમડી ગ્રામ પંચાયત પદાધિકારીઓ દ્વારા કોઈના ઇશારે, કોઈના હિતકારી માટે વેપારી વર્ગના મિત્રોને આર્થિક નુક્સાન પહોચે તેવી નોટિસો ફટકારવામાં આવે છે…?**
**લીમડી નગરજનોના લોકમુખે વેધક સવાલો, શું લીમડી ગ્રામ પંચાયત પદાધિકારીઓ દ્વારા કોઈના ઇશારે, કોઈના હિતકારી માટે વેપારી વર્ગના મિત્રોને આર્થિક નુક્સાન પહોચે તેવી નોટિસો ફટકારવામાં આવે છે...?**
લીમડી ગામમાં દૂષિત પીવાનું પાણી, ઠેર- ઠેર મચ્છરોથી ખદબદતી ગંદકીના ઢગલા,હલકી ગુણવત્તા વાળી સિમેન્ટથી બનેલ રસ્તા વ્યવસ્થા, બિસ્માર બેહાલ ભ્રષ્ટાચારની ચાડી ખાતી ગટર વ્યવસ્થા, સરકારી જમીનોના ગેરકાયદેસર દબાણો, ગંધ મારતા જાહેર શૌચાલય, ત્રણ ત્રણ વાર ખર્ચે ચઢેલા ગાયબ સી સી ટીવી કેમેરા, સાવ કથળેલી ટ્રાફિક વ્યવસ્થા, નબળી આરોગ્ય જાગૃતિ સેવા, જેવા મહત્વના લોક ઉપયોગી મુદ્દાઓ ની સરેઆમ અવગણના કરીને મંદી ની માર ઝેલી હેરાન પરેશાન એવા વેપારી વર્ગ ને નવા આર્થિક નુકસાન માટે સત્તા ના નશામાં ચૂર ચૂર લીમડી ગ્રામ પંચાયત પદાધિકારીઓ દ્વારા જોહુકમી...
ઝાલોદ તાલુકાના લીમડી શહેરમાં આશરે ૩૦૦ જેટલી દુકાનોને લીમડી ગ્રામ પંચાયત દ્વારા ઓટલા અને પતરા હટાવવા માટેની નોટિસ આપવામાં આવેલી છે પરંતુ શું આ દુકાનો ના પતરા અને ઓટલા ખરેખર ટ્રાફિકને અડચણરૂપ છે?? તે પણ એક ખૂબ મોટો તપાસનો વિષય છે ..? શું અધિકારીઓ સ્થળની તપાસ કરેલ છે શું તે દુકાનોના ઓટલા અને પતરા ટ્રાફિકને નડતરરૂપ છે કે પછી ખાલી ફક્ત અને ફક્ત કોઈના ઈશારે આ કામ કરવામાં આવી રહ્યું છે??
લીમડી શહેરમાં પંચાયત દ્વારા નોટીશો આપવામાં આવેલી છે ત્યાં મેન રસ્તાથી દુકાનો આશરે ૧૦ થી ૧૫ ફૂટ રોડ થી દૂર આવેલી છે રોડને અડીને લાઈટના થાંભલા 100 થી 150 વર્ષ જૂના વૃક્ષો આવેલા છે અને રોડની પાસે લારીઓ,પથારા વાળા ઊભા રહી કાયમી ટ્રાફિકને અડચણરૂપ થતાં હોય છે લીમડી પંચાયત દ્વારા 10 થી 20 રૂપિયા રોજના ઉઘરાવી શાકભાજી હાથલારી,ટોપલાવાળા ને ટ્રાફિકને અડચણરૂપ રોડ પર ઊભા રાખે છે ત્યારે લીમડી પંચાયત દ્વારા 300 દુકાનોને માનસિક રીતે આર્થિક રીતે હેરાન કરી નોટિસ આપવામાં આવી છે.શું દુકાનો ના પતરા અને ઓટલા હટાવવાથી ટ્રાફિકનું નિરાકરણ ખરેખર આવશે? શું ઓટલા અને પતરા હટાવ્યા પછી વેપારીઓની દુકાનો આગળ લારીવાળા ,પથારી વાળા ઉભા નહીં રહે? શું રસ્તો ખુલ્લા થઈ જશે?? શું રસ્તા પર બનેલા પાકા દબાણ કરતા મકાનો,દુકાનો જે પંચાયત દ્વારા ખોટી રીતે બાંધકામની મંજૂરી આપી બનાવેલા દબાણો હટાવવામાં આવશે?કે ખાલી નાના વેપારીઓ નેજ હેરાન કરી મોટા લોકોને આવરી લેવામાં આવશે તે તો હવે જોવાનું રહ્યું તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.