જામનગરમાં ભરણપોષણ નહીં ચુકવનાર પતિને 900 દિવસની જેલ સજાનો હુકમ
જામનગર,તા.22 ઓગષ્ટ 2022,સોમવારજામનગરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ સામે ભરણપોષણ મેળવવા માટે અરજી કરી હતી, જેનું મંજુર થયેલું ભરણપોષણ નહીં ચુકવનાર પતિને અદાલતમાં પકડી લાવ્યા પછી અદાલતે ૯૦૦ દિવસની જેલ સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસની વિગત એવી છે કે જામનગરમાં રહેતા નયનાબેન વિજયભાઈ સોલંકીએ પોતાના પતિ સ્વામિનારાયણ નગરમાં રહેતા વિજય મોહનભાઈ સોલંકી સામે જામનગરની અદાલતમાં ભરણપોષણ મેળવવા દાવો દાખલ કર્યો હતો, જે દાવો મંજૂર થયો હતો. અને ભરણપોષણ ચૂકવવાનો હુકમ થવા છતાં પતિ વિજયભાઈ સોલંકીએ ભરણ પોષણ ચૂક્યું ન હતું. જેથી ચડત ભરણપોષણ માટે નયનાબેન દ્વારા ફરીથી અરજી કરવામાં આવી હતી, જેમાં પતિ અદાલત સમક્ષ હાજર થતા ન હતા. દરમિયાન પતિ વિજયભાઈ સોલંકી ને શોધી કાઢી જામનગરની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, અને અદાલતે ભરણપોષણ ચૂકવવામાં ઠાગાઠૈયા કરનાર વિજય સોલંકી ને એક લાખ ૭૮ હજારનું ભરણ પોષણ નહીં ચૂકવવા બદલ ૭૦૦ દિવસની કેદની સજા, તેમ જ બીજી રકમ ૪૬,૦૦૦ પણ ચૂકવી ન હોવાથી ૧૮૦ દિવસ મળી કુલ ૯૦૦ દિવસની જેલ સજા ન હુકમ ફરમાવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.