હાઇપ્રોફાઇલ કેસ:કેનેડામાં 40 વર્ષ સુધી મહિલાઓનું શોષણ કરનાર 90 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ - At This Time

હાઇપ્રોફાઇલ કેસ:કેનેડામાં 40 વર્ષ સુધી મહિલાઓનું શોષણ કરનાર 90 વર્ષીય ઉદ્યોગપતિની ધરપકડ


કેનેડાના મશહૂર ઉદ્યોગપતિ ફ્રેન્ક સ્ટ્રોનકની શુક્રવારે યૌનશોષણના આરોપમાં ધરપકડ કરાઈ. સ્ટ્રોનક વિશ્વની સૌથી મોટી ઑટોપાર્ટ્સ કંપનીના સ્થાપક છે. પોલીસે હાલમાં કેટલીક શરતો પર છોડી દીધા છે. કેનેડાની પીલ રિજનલ પોલીસે એક નિવેદનમાં કહ્યું કે 91 વર્ષના સ્ટ્રોનક પર 80ના દાયકાથી લઇને 2023 સુધી મહિલાઓના યૌનશોષણનો આરોપ છે. ઉદ્યોગપતિને દુષ્કર્મ, મહિલાઓને જબરદસ્તીથી કેદમાં રાખવા સહિત પાંચ અપરાધોમાં આરોપી ઠેરવ્યા. ઉદ્યોગપતિ વિરુદ્ધ એકથી વધુ મહિલાના યૌનશોષણનો આરોપ છે. જોકે કેટલી મહિલાઓએ આ આરોપ મૂક્યો છે તે માહિતી આપવામાં આવી નથી. આ એક હાઇપ્રોફાઇલ કેસ છે. અમારી ટીમની પાસે પીડિતોની સુરક્ષાની જવાબદારી છે. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલી મહિલાઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે તે કહી શકાય નહીં. વર્ષ 1957માં તેમણે ઘરના જ ગેરેજમાં જ એક કંપનીનો પાયો નાખ્યો અને ઑટો પાર્ટ્સનો બિઝનેસ શરૂ કર્યો. અત્યારે મેગના ઇન્ટરનેશનલ 34 દેશોમાં બિઝનેસ કરે છે અને તેમાં 1,70,000 કર્મચારીઓ કામ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.