જલ જીવન સર્વેક્ષણ અંતર્ગત હાઇ કેટેગરીમાં કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લાને પ્રમાણપત્ર
*જલ જીવન સર્વેક્ષણ અંતર્ગત હાઇ કેટેગરીમાં કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લાને પ્રમાણપત્ર ********
*હર ઘર જલ સર્ટીફીકેશનમાં ૭૫ % થી ૧૦૦ % ની વચ્ચે કામગીરી કરી ત્રીજો રેંક હાંસલ કર્યો*
***********
ભારત સરકારના "જલ શક્તિ મંત્રાલય” દ્વારા “જલ જીવન મિશન” હર ઘર જલ કાર્યક્રમ અંતર્ગત દરેક નાગરિકને શુધ્ધ અને પુરતું પાણી નિયમિતપણે મળી રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જલ જીવન સર્વેક્ષણ અંતર્ગત હાઇ કેટેગરીમાં ૭૫ % થી ૧૦૦ % ની વચ્ચે થયેલી કામગીરી બદલ સાબરકાંઠા જિલ્લાને પ્રમાણપત્ર મળ્યુ છે.
રાષ્ટ્રીય જલ જીવન મિશન દ્વારા કામગીરી સાથે જોડાયેલ જીલ્લાઓને તેમના દ્વારા કરવામાં આવેલ કામગીરી અને પ્રયાસોને પ્રોત્સાહન મળે તેમજ ઉત્તમ કામગીરી થકી લોકોને લાભકારક પરિણામો મળે તે હેતુથી જુદી-જુદી કેટેગરીમાં જીલ્લાને તેની કામગીરી, પરફોર્મન્સ માટે રેન્કિંગ આપવામાં આવે છે અને તે પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સાબરકાંઠા જિલ્લા દ્વારા હર ઘર જલ સર્ટીફીકેશન કામગીરીમાં પહેલી ઑક્ટોમ્બર ૨૦૨૨ થી ૩૦ જૂન ૨૦૨૩ દરમિયાન કરવામાં આવેલ ઉત્તમ કામગીરી અને પ્રયાસો બદલ જલ જીવન સર્વેક્ષણ-૨૦૨૩ સ્પર્ધાની જુદી-જુદી કેટગરી પૈકી હાઇ કેટેગરીમાં ૭૫ % થી ૧૦૦ % ની વચ્ચે કામગીરી કરી ત્રીજો રેંક હાંસલ કર્યો છે. જે માટે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
લોકો માટે પ્રાથમિક માળખાકીય સુવિધાઓ, સુખાકારી લક્ષી સરકારશ્રીની યોજનાઓમાં વધુ સારી અને ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી.
****************
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.