અચૂક મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા વહીવટી તંત્ર - At This Time

અચૂક મતદાન કરવા નાગરિકોને પ્રોત્સાહિત કરતા જિલ્લા વહીવટી તંત્ર


મહીસાગર જિલ્લામાં આગામી તા. 7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને 'મતદાન જાગૃતિ' અન્વયે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 'મતદાન જાગૃતિ' બાઈક રેલી યોજી નાગરિકોને મત આપવા પ્રોત્સાહિત કર્યા હતા. જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંત પટેલ,પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા સહિત વહીવટી તંત્ર દ્વારા યોજાયેલી આ બાઈક રેલી લુણાવાડાના વિવિધ માર્ગો પર ફરી હતી. મતદાન જાગૃતિનાં વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, 'વોટ ફોર સ્યોર', 'દસ મિનિટ દેશ માટે', 'ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ' જેવાં વિવિધ સૂત્રો દ્વારા નાગરિકોને દેશહિતમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારી શ્રીમતી નેહા કુમારીએ જણાવ્યું હતું કે, લોકતંત્રના આ પ્રસંગમાં પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી મહત્વપૂર્ણ છે, નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના ભાગરૂપે અમે બાઈક રેલી દ્વારા મતદારોને જાગૃત કરવાનો ખાસ પ્રયાસ કર્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.