ધંધુકા તાલુકામાં ચોમાસાની મૌસમ શરૂ - At This Time

ધંધુકા તાલુકામાં ચોમાસાની મૌસમ શરૂ


ધંધુકા તાલુકામાં ચોમાસાની મૌસમ શરૂ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં ૨ ઈંચ વરસાદ નોંધાયોઃ પંથકમાં મુખ્યત્વે કપાસનુ વાવતેર શરૂઃ ખેડૂતોના ઘરે કંસાર ના આંધણ મુકાણા

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં આકરા ઉનાળા એ વિદાય લીધી છે. ચોમાસાની મૌસમ શરૂ થઈ ગઈ છે.ચાલુ સાલે ચોમાસામાં સારો અને સમયસર વરસાદ ની આશા બંધાઈ છે. ધંધુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં ૫૧ મી.મી (૨ ઈંચ) વરસાદ નોંધાયો છે.

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં આકરા ઉનાડા પછી ચોમાસાની મૌસમ ની સારી શરૂઆત થઈ છે. સાંજે પડે અને વાદળો ચડી આવે છે. અને મોટા વરસાદી ઝાપટા વરસાવે છે.સીઝનનો ૫૧ મી.મી (૨ ઈં.ચ) વરસાદ વરસી ગયો છે.જગતનો તાત વાવણીના કામે લાગી ગયો છે.મુખ્યત્વે કપાસનું વાવેતર થાય છે. ખેડૂતો એ બિયારણ, ખાતર અને જંતુનાશક મોંઘાભાવની દવાઓનો સ્ટોક કરી લીધો છે. ધણા વિસ્તારોમાં કપાસની વાવણી શરૂ થઈ ગઈ હોવાના અહેવાલો મળ્યા છે. પંથકના વાસણા, ચારોડીયા, છાણીયાણા, રંગપુર, અડવાળ, જાળીયા સહીત ના ગ્રામ્ય વિસ્તારમા ખેડૂતો એ કપાસની વાવણી શરૂ કરી દીધી હોવાના અહેવાલો મળ્યા છે.ચોમાસાની સારી શુભ શરૂઆત થતાં ખેડૂતોને સમયસર ખેતીને લાયક સારા વરસાદની આશા બંધાણી છે.

અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં આકરા ઉનાળા એ વિદાય લીધી છે. ચોમાસાની મૌસમ શરૂ થઈ ગઈ છે.ચાલુ સાલે ચોમાસામાં સારો અને સમયસર વરસાદ ની આશા બંધાઈ છે. ધંધુકા મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમમાં ૫૧ મી.મી (૨ ઈંચ) વરસાદ નોંધાયો છે


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.