ગુજરાતરાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓના મત વિભાગની ચૂંટણી સંદર્ભે મોડાસા ખાતે અરવલ્લી શાળા સંચાલક મંડળની સામાન્ય સભા યોજાઈ. - At This Time

ગુજરાતરાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓના મત વિભાગની ચૂંટણી સંદર્ભે મોડાસા ખાતે અરવલ્લી શાળા સંચાલક મંડળની સામાન્ય સભા યોજાઈ.


ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓના મત વિભાગની ચૂંટણીમાં અરવલ્લી જીલ્લાના  ઉમેદવાર ડો.જયંતીલાલ વી.પટેલ મહામંડળના સત્તાવાર ઉમેદવાર છે તેમને ચૂંટીને બોર્ડમાં મોકલવા માટે આજરોજ અરવલ્લી જિલ્લા શાળા સંચાલકોની સભા મોડાસા હાઈસ્કૂલના હોલમાં મળી હતી આ સભામાં મહામંડળના પ્રમુખ ડો.શંકરસિંહ  રાણા,અધ્યક્ષ મનુભાઈ જી.રાવલ, ઉપાધ્યક્ષ દિલીપભાઈ ચૌધરી, અને ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા મહામંત્રી  શૈલેષભાઈ પટેલ આવેલ.તેમની સાથે ઉમેદવાર ડો. જે.વી. પટેલ પણ આવ્યા હતા.સૌ પ્રથમ તમામ પદા અધિકારીઓ નું સ્વાગત,મોડાસા કેળવણી મંડળના પ્રમુખ અને અરવલ્લી જીલ્લા શાળા સંચાલક મંડળ ના અધ્યક્ષ બિપીન ભાઈ શાહે ઉપસ્થિતિ રહયા.અને, સંચાલક મંડળ પ્રમુખ મહેંદ્ર પટેલે સૌ મહેમાનો ને આવકારી સ્વાગત કર્યું હતું અને અધ્યક્ષ મનુભાઈ રાવલે શાળા સંચાલકોના પ્રશ્નોની વિગતે છણાવટ કરી તેમાં દિલીપ ભાઈ ચૌધરી, ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા,ડો.શંકરસિંહ રાણા એ પ્રશ્નો માટે શિક્ષણ મંત્રી શ્રી અને મુખ્ય મંત્રી શ્રી સાથે થયેલી ચર્ચાની વાત કરી છેલ્લે મહામંડળના ઉમેદવાર ડો. જે.વી.પટેલ પોતે કરેલ કાર્યો ની માહિતી આપી અને તા.24/09/2024 ના રોજ ચુંટણી માં મને મત આપી વિજય અપાવશો,તેવી અપીલ કરી હતી. સૌ સભ્યો એ વિજય અપાવી શું. તેવી ખાત્રી આપી હતી. વચ્ચે ઉમેરવા, કોલેજ મંડળ ના પ્રમુખ એડવોકેટ નવીન ભાઈ મોદી એ શાળાના ફાયર સેફ્ટીના પ્રશ્નો, જુના શિક્ષકોની નિમણૂક તથા  પ્રશ્નોની વાત કરી હતી.આભારવિધિ વિનુભાઈ જે.પટેલ કરી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.