રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૨૮૦ ગાબડા પુરી રોડ સમથળ કરાયા. - At This Time

રાજકોટ શહેરમાં એક જ દિવસમાં ૨૮૦ ગાબડા પુરી રોડ સમથળ કરાયા.


રાજકોટ શહેર તા.૨૭/૯/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર તથા જિલ્લામાં અતિવૃષ્ટિ પછી તૂટી ગયેલા અનેક રસ્તાઓનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દેવાંગ દેસાઈના નિર્દેશ મુજબ, મહાનગરના વિવિધ વિસ્તારોમાં ખાડા-ગાબડા પૂરીને રસ્તાઓને સમથળ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રસ્તા રિપેરિંગની કામગીરી અંતર્ગત રાજકોટ મહાનગરમાં ગત રોજ કાલાવડ રોડ તેમજ સેન્ટ્રલ ઝોનમાં ૨૮૦ જેટલા ખાડા-ગાબડા પૂરીને રોડ સમથળ કરવામાં આવ્યા છે. આજે સેન્ટ્રલ ઝોનના વોર્ડ-૧૩માં રોડ રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ૨૪મી સપ્ટેમ્બરે રાજકોટમાં કુલ મળીને ૮૭ જેટલા ખાડા-ગાબડાનું સુવ્યવસ્થિત પુરાણ કરીને રોડ સમથળ બનાવવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરના રસ્તાઓ સમથળ બનતાં વાહનચાલકો રાહત અનુભવી રહ્યા છે. આ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.