પંચમહાલ- શહેરા તાલુકા ઉજડા ગામે સરકારી જમીનો પરના પાકા દબાણો પર તંત્રનુ બુલડોઝર ફર્યુ, 26 જેટલા પાકા દબાણો દુર કરવામા આવ્યા - At This Time

પંચમહાલ- શહેરા તાલુકા ઉજડા ગામે સરકારી જમીનો પરના પાકા દબાણો પર તંત્રનુ બુલડોઝર ફર્યુ, 26 જેટલા પાકા દબાણો દુર કરવામા આવ્યા


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામે સરકારી જમીનમાં પાકા દબાણોને દુર કરવાની નોટીસ આપ્યા બાદ આખરે તાલુકા વહીવટી તંત્રની હાજરીમાં જેસીબી મશીન વડે 26 જેટલા રહેણાક દબાણો તોડી પાડવામા આવ્યા હતા.કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો હતો.
પંચમહાલ જીલ્લા શહેરા તાલુકાના ઉજડા ગામે સરકારી જમીનમાં પાકા રહેણાક પાકા દબાણો હોવાની જાણ પંચાયત તંત્રને થતા સમગ્ર મામલાની જાણ તાલુકા તંત્રને કરવામા આવી હતી. આ દબાણ કર્તાઓને કારણદર્શક નોટીસ પણ આપવામા આવી હતી.રહેણાક અંગેના પુરાવાઓ રજુ કરવા જણાવાયુ હતુ. આ મામલે તંત્ર સામે રહેણાક અંગેના પુરાવાઓ રજુ કરવામા આવ્યા હતા પણ આ પુરાવાઓ માન્ય ન ગણવામા આવ્યા હતા. આખરે ઉજડા ગામે ભરવાડ ફળિયામા આવેલા પાકા દબાણો તોડી પાડવાનો નિર્ણય કરવામા આવ્યો હતો.સોમવારે સવારે તાલુકા તંત્ર,મામલતદાર,ગ્રામ પંચાયત તંત્ર તેમજ પોલીસનો કાફલો ભરવાડ ફળિયા ખાતે પહોચીને પાકા રહેણાક દબાણો દુર કરવાની કામગીરી શરુ કરી હતી. પોખલીન મશીનથી પાકા દબાણો દુર કરવાની કામગીરી કરવામા આવી હતી.કેટલાક પાકા મકાનોમા બે માળ વાળા પાકા દબાણો હતા તે પણ દુર કરવામા આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામા આવ્યા હતો. ઉજડા ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ મહેરાએ જણાવ્યુ હતુ કે ઉજડામા સરકારી જમીનમા દબાણો હોવાની જાણ થતા 26 જેટલા પાકા દબાણો તોડી પાડવાની કામગીરી કરવામા આવી હતી. આ મામલે કારણદર્શક નોટીસ પણ આપવામા આવી હતી. જરુરી દસ્તાવેજી પુરાવા રજુ કરવા જણાવાયુ હતુ પણ તેઓ પુરાવા રજુ કરી શકયા ન હતા. ભરવાડ ફળિયામા વર્ષોથી રહેતા લીલુબેન ભરવાડે અમે ક્યા જઈએ. અમારા બે માળના મકાન પાડી દીધા. અમારો પરિવાર મોટો છે. અમારી પાસે મકાનોનો આશરો જતો રહ્યો. તેમ કહીને રડતી આંખે વલોપાત કરતા મિડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.