આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની invest in women and accelerate the progress થીમ પર ઉત્સાહ ભરી ઉજવણી - At This Time

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની invest in women and accelerate the progress થીમ પર ઉત્સાહ ભરી ઉજવણી


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની invest in women and accelerate the progress થીમ પર ઉત્સાહ ભરી ઉજવણી

તારીખ 6/3/2024 ના રોજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી ઈજાજ મંશુરી સાહેબ તેમજ ડી.પી.ઓ હેતલબેન દવેના નેતૃત્વ હેઠળ કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે કરવા મા આવી મહિલાઓનું માન સન્માન વધે તેઓ દરેક ક્ષેત્રમા આગળ રહે અને તેમનામા નવા આત્મ વિશ્વાસનો સંચાર થાય તે હેતુસર નારી શક્તિને સન્માનિત કરવામા આવી જેમાં સમગ્ર કાર્યક્રમમા કવિ બોટાદકર કોલેજના આચાર્ય મકવાણા સાહેબ તેમજ અધ્યાપકગણ ઉપસ્થિત રહ્યા સાહેબ દ્વારા મહિલા દિનની શુભેચ્છા પાઠવવામા આવી તેમજ બેહનોને ભવિષ્યમા ખુબજ પ્રગતિ કરી દરેક ક્ષેત્રમા આગળ વધવા ઉદબોધન કરવા મા આવ્યું,બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ પી.આર મેટાલિયા સાહેબ દ્વારા શી ટીમ પોલીસની મદદ અને મહિલાઓ લગતા કાયદાકીય માર્ગદર્શન આપવામા આવ્યું, પી.બી.એસ.સીના ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા મેનસ્ટુંઅલ હાઇજીન અને પી.બી.એસ.સી સેન્ટર વિષેની માહિતી આપી વિદ્યાર્થી બેહનોને સોશ્યલ મીડિયામા કેવી સાવચેતી રાખવી એ બાબતે સમજ કરવામા આવી 181 વિશે કાઉન્સેલર જલ્પા બેન પરમાર દ્વારા માર્ગદર્શન અને મદદ માટે કેવી રીતે સંપર્ક કરવો એ બાબતે માહિતી આપી ડિસ્ટ્રીક્ટ વુમન એમ્પવાર હબના લીઝા બેન બગથલીયા દ્વારા વહાલી દીકરી યોજના અને બીજી યોજનાકીય માહિતી અપાય સખી વન સ્ટોપ સેન્ટરના ભાવના બેન મારું દ્વારા સેન્ટર દ્વારા મહિલાઓને મળતી મદદ વિષે વાત કરવામા આવી.બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી ઇજાજ મંશુરી સાહેબ દ્વારા સ્ત્રી પુરુષ સમાનતાની વાત કરી નારી શક્તિને બિરદાવવામા આવી ડી.પી.ઓ હેતલ વેણ દવે દ્વારા ઘર સંભાળતી અને નોકરી વ્યવસાય ક્ષેત્ર મા જોડાયેલ તમામ મહિલાઓને પૂરતોન્યાય મળી રહે અને સ્વાભિમાન સાથે તેમનું કાર્ય કરે તેવી શુભેચ્છા પાઠવી આ સાથે વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મન્જુરી હુકમ તેમજ તેમજ બેબી કીટ વિતરણ કરવામા આવ્યું,જિલ્લાની તેજસ્વી દીકરી તેમજ બાલિકા પંચાયતની તમામ દીકરીઓને પ્રમાણ પત્ર અને ગિફ્ટ આપવા મા આવી અને મહિલાઓ માટે સતત સારી કામગીરી કરતા કર્મયોગીઓને પ્રમાણ પત્રો અને બી.બી.પીના મગ આપી સન્માનિત કરવામા આવ્યા કાર્યક્રમમાં આવનાર બહેનોને વિવિધ યોજનાં પેન્ફ્લેટ પોસ્ટર અને બેટી બચાઓ બેટી પઢાઓને લગતું સાહિત્ય વહેચવામાં આવ્યું અને વિવિધ વિભાગોના સ્ટોલ દ્વારા યોજનાકીય માહિતી આપવામાં આવી તેમજ કાર્યક્રમ મા હાજર રહેલ તમામ કર્મયોગી કર્મચારીઓ અને વિદ્યાર્થીનીઓને સામુહિક ભોજનની વ્યવસ્થા કરવામા આવી આજના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર ના ડિસ્ટ્રિક્ટ કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા કરી બેહનોમા સ્વાવલંબીત બની પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા માટે આહવાન કરી નવી ઉર્જાનો સંચાર આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દરમિયાન કરવા મા આવ્યો..

રીપોર્ટર: ચિંતન વાગડીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.