વેઈટિંગ ટિકિટ હશે તો રિઝર્વ કોચમાં મુસાફરી નહીં થઈ શકે - At This Time

વેઈટિંગ ટિકિટ હશે તો રિઝર્વ કોચમાં મુસાફરી નહીં થઈ શકે


વેઈટિંગ ટિકિટ હશે તો રિઝર્વ કોચમાં મુસાફરી નહીં થઈ શકે
નિયમભંગ કરનારા પકડાય ત્યાં જ ઉતારી દેવાશે

આવી ટિકિટ પર જનરલ કોચમાં મુસાફરી કરવી પડશે

લાંબા અંતરની ટ્રેનોના સ્લીપર કોચમાં વેઈટિંગ ટિકિટ લઈ મુસાફરી કરતા લોકોએ હવેથી જનરલ કોચમાં જ મુસાફરી કરવી પડશે. રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતાં વેઈટિંગ ટિકિટ ધરાવતો પેસેન્જર પકડાશે તો તેને ત્યાં જ ઉતારી દેવાશે. હાલમાં અનેક પેસેન્જરો ટિકિટ બારી પરથી વેઈટિંગ ટિકિટ લઈ રિઝર્વેશન કોચમાં ચઢી મુસાફરી કરતા હતા. જેના કારણે રિઝર્વેશન કરાવનાર પેસેન્જરોને હાલાકી થતી હતી. રેલવે મંત્રી સુધી થયેલી અનેક ફરિયાદો બાદ અમદાવાદ સહિત દેશમાં રિઝર્વેશન કોચમાં મુસાફરી કરતા પેસેન્જરોને કોચમાંથી ઉતારી દેવાનો નિર્ણય લેવાયો હતો.

હાલના સંજોગોમાં ટ્રેનોમાં 2 કે 3 જનરલ કોચ હોય છે જે પહેલાથી જ પેસેન્જરોથી ભરાયેલો હોય છે. ત્યારે વેઈટિંગ ટિકિટવાળા પેસેન્જરો આવતાં તેમને જગ્યા મળતી નથી. આ અંગે પણ અનેક રજૂઆતો થતાં હવે રેલવે દ્વારા અમદાવાદ સહિત દેશની 92 ટ્રેનોમાં જનરલ કોચ વધારવાની જાહેરાત કરાઈ છે. છેલ્લા એક વર્ષથી ટ્રેનોમાં સ્લીપર અને જનરલ કોચની સંખ્યા ઘટાડી દેવાઈ છે.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.