સાયલા સર્કલ પાસે ભુવા પડવાથી વાહન ચાલકો પરેશાન.
ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે કર્યા આક્ષેપ.
ભ્રષ્ટાચાર સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા?
કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ?
મોતની રાહ જોતા હોય તેવા પડ્યા મસ મોટા ભુવા.
ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા ખાડાઓ ની રીપેરીંગની ઉઠી માંગ.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વારંવાર ઓવરબ્રિજ, અને રોડ, રસ્તા ની પોલ ખુલતી હોય છે જેમાં વરસાદી માહોલ બાદ સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભુવાઓ પડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જેમાં લોખંડના સળિયા દેખાતા નજરે પડે છે. સાયલા થી બોટાદ તરફ જોડતો આ હાઈવે આવેલો છે જેમાં સામાન્ય વરસાદ પડતા ની સાથે અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જેમાં મોટા બે ભૂવાઓના દ્રશ્યો નજરે પડ્યાં છે.જેના લીધે લોકો વારંવાર અકસ્માત નાં ભોગ બની રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે તથા વાહન ચાલકો એ જણાવ્યું કે આવા ભુવાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે એવી અમારી માંગ છે.તેમજ આગામી સમયમાં આના પગલાં લેવા નહીં આવે તો અમે લોકોને સાથે રાખીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા,, સાયલા
બિઝનેસ પાર્ટનર,,રણજીતભાઇ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.