તા.૭/૧/૨૪ રવિવારે ભાવનગર ખાતે મિ. ભાવનગર તથા મિ.બોટાદ બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાશે…
તા.૭/૧/૨૪ રવિવારે ભાવનગર ખાતે મિ. ભાવનગર તથા મિ.બોટાદ બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાશે...
ભાવનગર જિલ્લા બોડી બિલ્ડીંગ એસોસિએશન ના ઉપક્રમે ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા , ભાવનગર ખાતે તા.૭/૧/૨૪ રવિવારે મિ. ભાવનગર તથા મિ. બોટાદ બોડી બિલ્ડીંગ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં બોટાદ જિલ્લા ના બોટાદ , રાણપુર , બરવાળા ના સ્પર્ધકો/ ખેલાડીઓ ભાગ લેશે. જેમાં બોટાદ જિલ્લા માં મિ.બોટાદ ટોપ ટેન સ્પર્ધા માં ભાગ લેવા સ્પર્ધકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
આ સ્પર્ધા ના આયોજન માં બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિયેશન ના પ્રમુખ શિરીષ ભાઈ ગાલિયા , ઉપ પ્રમુખ સી.એલ.ભીકડીયા તથા ખુશાલ ભાઈ દવે , સેક્રેટરી મનોજભાઈ સોલંકી , પૂર્વ પ્રમુખ રાજુ ભાઈ વોરા તથા ખજાનચી ચેતન ભાઈ ગોત્રીજા તથા એસોસિએશન ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
સ્પર્ધા માં ભાગ લેવા માટે પાસપોર્ટ સાઈઝ નો ફોટો તથા આધાર કાર્ડ રજૂ કરી ફોર્મ ભરવાનું રહેશે વધુ વિગતો માટે સેક્રેટરી મનોજભાઈ સોલંકી મો.9662514428 નો સંપર્ક સાધવો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.