યુવાનો માટે સુવર્ણ તક: એપ્રેન્ટીસ ભરતી ડિસેમ્બર-૨0૨૨
યુવાનો માટે સુવર્ણ તક: એપ્રેન્ટીસ ભરતી ડિસેમ્બર-૨0૨૨
ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ ભરતી પ્રક્રિયા યોજાશે
લાયકાત ધરાવતા ઉમેદવારો રૂબરૂ તા.૧૯થી ૨૩ ડિસેમ્બર સુધી અરજી પત્રક મેળવી શકશે
ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી.આઈ. મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા ટ્રેડ પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાશે. જે અંતર્ગત ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી, એસ.ટી.ભાવનગર ખાતેથી રૂબરૂ તા.૧૯થી ૨૩ ડિસેમ્બર સુધીમાં ૧૧-૦૦થી ૧૪-૦૦ કલાક દરમિયાન અરજી પત્રક મેળવી શકશે. સાથોસાથ ઓન લાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવાની સ્વ પ્રમાણિત નકલો https://apprenticeshipindia.org/ તથા https://apprenticeshipindia.org/ બંને વેબ સાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવી તેની હાર્ડકોપી સહિત અરજી પત્રક તા.૨૩ ડિસેમ્બર ૧૬-૦૦ કલાક સુધીમાં વિભાગીય કચેરી,પાનવાડી ભાવનગર ખાતે જમા કરાવવાનું રહેશે. મિકેનિક ટ્રેડ માટે લઘુતમ લાયકાત ધોરણ-૧૦ તથા કોપા ટ્રેડ માટે ૧૨ પાસ અને આઈ.ટી.આઈ ટ્રેડ પાસ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો કોઈ ઉમેદવારે અગાઉ કોઈપણ જગ્યાએ એપ્રેન્ટીસશીપ કરેલ હોય કે હાલમાં એપ્રેન્ટીસશીપ ચાલુ હોય તો તેઓએ અરજી કરવી નહીં. ઉમેદવારે ખોટી માહિતી તથા ખોટા દસ્તાવેજ રજૂ કર્યા હશે તો તેમની અરજી તથા પસંદગી રદ કરવામાં આવશે તેવું વિભાગીય નિયામકશ્રી, એસ.ટી. ભાવનગરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.