રાજકોટ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર. - At This Time

રાજકોટ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર.


રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૪ ના રોજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશભાઈ કાલાવડીયાની આગેવાનીમાં શહેરના હોદેદારોએ કલેકટર ને આવેદન પાઠવીને પત્રકારો ને પડતી મુશ્કેલી નિવારવા માંગ કરી હતી. પત્રકારોના સર્વાંગી હીત માટે કાર્યરત અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા તાજેતરમાં PRGI (RNI) કચેરીની ઓનલાઇન પ્રોસેસ અંગે રાજકોટ વહીવટી તંત્રમાં પડતી મુશ્કેલી અંગે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે અખબારો માટે નવો કાયદો પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ પિરિયોડીકલ એક્ટ-૨૦૨૩ અમલી કર્યો છે. જે મુજબ RNI કચેરીની નામ બદલીને PRGI કરવામાં આવ્યું હતું. આ નવા કાયદા મુજબ અખબારોના રજિસ્ટ્રેશન અને ફેરફાર અંગેની તમામ પ્રકિયા ઓનલાઇન કરવામાં આવી છે. જેના ભાગરૂપે PRGI કચેરીની ગાઈડ લાઈન મુજબ દરેક જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરીને પણ ઑનલાઇન પ્રોફાઈલ બનાવીને થયેલી જિલ્લાની સ્થાનિક અરજીઓને એપ્રુવલ આપવાનું હોય છે. પરંતુ, રાજકોટ જિલ્લામાં આ અંગેની કામગીરી સંભાળતા કર્મચારીઓમાં આ કાયદા અંગેની અજાણતાના કારણે અનેક વખત PRGI કચેરીની તાકીદ છતાં હજુ સુધી ઓનલાઇન પ્રોફાઈલ બનાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે રાજકોટ જિલ્લામાં નવા અખબારો અને જુના અખબારોમાં ફેરફાર કરવા માંગતા અખબર મુશ્કેલી પડી રહી છે. જેથી, આ અંગે તુરંત યોગ્ય કાર્યવાહી કરવા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા રાજકોટના અધિક નિવાસી ક્લેક્ટર ચેતનભાઈ ગાંધીને આવેદન પાઠવીને યોગ્ય કરવા રજૂઆત કરી હતી. આ રજૂઆત સમયે સમિતિના શહેર પ્રભારી ધીરેનભાઈ મકવાણા, મંત્રી રાજુભાઈ બગડાઇ, મનોજભાઈ ગઢવી, બંકીમભાઈ ત્રિવેદી, વિપુલભાઈ દવે સહિતના હોદેદારો જોડાયા હતાં.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.