ડીડીઓનું લોધિકા આરોગ્ય કેન્દ્રમાં ચેકિંગ, સ્ટાફ ઘેર હતો
પંચાયત ઓફિસ સહિતના સ્થળોએ અચાનક પહોંચતા કર્મચારીઓમાં ફફડાટ.
રાજકોટમાં ઘણી જિલ્લા મથકની કચેરીઓમાં અવારનવાર સ્ટાફની પૂરતી હાજરી જોવા મળતી નથી તેથી ગ્રામ્ય વિસ્તારમાં તો કેવી સ્થિતિ હશે તેનો અંદાજ આવી જ જાય છે. ખેડૂતો અવારનવાર તલાટીઓ કચેરીએ આવતા ન હોવાથી દાખલા સહિતની કામગીરીમાં અટવાઈ જાય છે તેવી ફરીયાદ કરે છે. આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હોતો નથી તેથી દર્દીઓને સીધા રાજકોટ દોડી આવવુ પડે છે. આ બધી ફરીયાદ આવતા જિલ્લા વિકાસ અધિકારી પોતે તપાસમાં નીકળતા કચેરી રેઢીપટ મળી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.