બોટાદ જિલ્લાની મહિલાઓની મદદ અને સેવા માટે સતત કાર્યશીલ રહેતું સેન્ટર એટલે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર - At This Time

બોટાદ જિલ્લાની મહિલાઓની મદદ અને સેવા માટે સતત કાર્યશીલ રહેતું સેન્ટર એટલે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર


બોટાદ જિલ્લાની મહિલાઓની મદદ અને સેવા માટે સતત કાર્યશીલ રહેતું સેન્ટર એટલે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર

બોટાદ જિલ્લાની મહિલાઓની મદદ અને સેવા માટે સતત કાર્યશીલ રહેતું સેન્ટર એટલે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર જે હાલમા બોટાદ મહિલા પોલીસ સ્ટેશનમા કાર્યરત છે. ગુજરાત મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા તેમજ ગૃહ વિભાગના સંકલનથી સંચાલિત આ સેન્ટર બોટાદ મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. જેમાં ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓને કાનૂની સહાય અને મદદ મળી રહે એ હેતુસર મનોવૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગની પ્રક્રિયા તાલીમબદ્ધ કાઉન્સેલર દ્વારા કરવામા આવે છે જેમાં ખાસ કરીને સાસરિપક્ષ તરફથી થતી હિંસા, લગ્નબાહ્ય સબન્ધો, દહેજની માંગણી બાળકની કસ્ટડી છેડતી,સાયબર ક્રાઇમ, બાળ છેડતી કામકાજના સ્થળે થતી જાતીય સતામણી, પુરુષ અરજી વગેરે પ્રકારની ફરિયાદો લેવામા આવે છે. બોટાદ જિલ્લા ખાતે સેન્ટર વર્ષ 2014/2015 થી કાર્યરત છે જેમાં બોટાદ જિલ્લા પોલીસ અને મહિલા પોલીસ સ્ટેશન સાથે સાથે સંકલનમા રહી પીડિત મહિલાને મદદ કરવામા હમેશા અગ્રેસર રહે છે. સેન્ટર શરૂ થયાથી આવેલ કેસની માહિતી આ મુજબ મળી છે જેમાં કુલ કેસ 1938, સમાધાન =1158, સ્ત્રીધનપરત =182, બાળક ની કસ્ટડી =64 ,પોલીસ કેસમા મદદ =150, કોર્ટ કેસ મા મદદ =184, આમ જાગૃતિ કાર્યક્રમો વહીવટ તંત્ર એનજીઓ 181 શી ટીમ ઓસસીવી એમકે નારીઅદાલત બાળસુરક્ષા એકમ અને જિલ્લાના તમામ માળખાઓ સાથે સંકલનમા રહી મહિલાઓ સુધી કેમ મદદ પહોંચતી કરવી એની સુંદર કામગીરી પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીના બેન વ્યાસ અને રિંકલ બેન મકવાણા દ્વારા કરવામા આવે છે. ગઢડા પોલીસ સ્ટેશન ખાતે કાઉન્સેલર નીતા બેન પટેલ ફરજ બજાવે છે, બોટાદ જિલ્લા એસપી કિશોર બલોલીયાના ખુબ જ સારા સપોર્ટ સાથે સેન્ટર મહિલાઓની મદદ માટે સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ રહે છે. બોટાદ જિલ્લાની મહિલાઓને અવિરત આવી મદદ આ સેન્ટરના માધ્યમથી મળતી રહે તેવી સરકાર શ્રી ને અભ્યર્થના તેમજ સેન્ટર ના કર્મચારીઓને આટલી સરસ કામગીરી બદલ એટ ધીસ ટાઇમ બોટાદ જિલ્લા બ્યુરો ચિંતન વાગડિયા શુભેચ્છાઓ પાઠવે છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.