વિસાવદર તાલુકામાં kyc માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ લોકો થયા પારેશાન
વિસાવદર તાલુકામાં kyc માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ લોકો થયા પારેશાનસરકારના નત નવા નિયમોને કારણે આજે આમ જનતા ખુબ પરેશાની વેઠી રહી છે. આજે kyc માટે લાંબી કતાર લાઇનો જોવા મળી રહી છે. ત્યારે એક મજદૂર ગરીબ માણસોની હાલત આ સરકારમાં કફોડી બની રોટી કપડાં મકાન વિના ચાલછે પણ સરકારી કાગળ વિના નહિ ચાલે આજે વહેલી સવાર થી વિસાવદર મામલદાર ઓફિસે આધાર કાર્ડ માં kyc કરવામાટે ગામડાઓ માંથી નાના બાળકો પોતાનું શિક્ષણ છોડી અને તેના વડીલો પોતાની મજૂરી છોડી ને આજે ત્રણ ચાર દિવસ થી ધક્કા ખાવા પડેછે. પોતે પેટમાં ખાવા ને બદલે ઓફિસોંમાં ધક્કા કાવામાં પૈસા વેડફાઈ છે. ગરીબ લોકોનો કોઈ આવાજ સાંભળવા ખુશી નથી ત્યારે સરકાર શુ કહે છે. કે kyc તો ફરજીયાત કરવું જ પડશે. ત્યારે વિસાવદર તાલુકાની જાહેર જનતા એવું કહી રહી છે કે આ kyc ની કામગીરી જો ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવે તો નાના લોકોને ઘણો ફાયદો થાય. આ બાબત સરકાર અને તંત્ર વિચારણા કરે તેવી લોક માંગણી થઇ રહી છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.