છ કલાક પહેલા મૃત્યુ પામેલ યુવકને કાલાવડ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે રાજકોટ રીફર કરી દીધો : દેકારો થતા બોડી પરત મોકલાયું
પોસ્ટ મોર્ટમ ન કરવું પડે તે માટે અનેક વખત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં જાણી જોઈને ખસેડવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો તે ચોંકાવનારો છે. કાલાવડમાં કલાક પહેલા મૃત્યુ પામેલ યુવકને કાલાવડ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે રાજકોટ રીફર કરી દીધો હતો. જેથી દેકારો થતા બોડી પરત કાલાવડ મોકલાયું હતું. પીએમ ન કરવું પડે, કાગળ કાર્યવાહી ન કરવી પડે એટલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના ખોટા કાગળો બનાવી રીફર કરાયું હોવાની ચર્ચા થઈ રહી છે. સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓએ કાલાવડના આરોગ્ય અધિકારીને જાણ કરતા ભીનું સંકેલવા મૃતદેહ પરત મોકલવા સમાધાન થયું હોવાનું પણ સામે આવે છે.
આ અંગે સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે આજે બપોરે આશરે 3 વાગ્યે જયભાઈ શામજીભાઈ વાઘેલા (ઉ.વ.25) નામના દર્દીને બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે છે. આ વ્યક્તિ કાલાવડના રણુજા ગામનો વતની અને કોઈ વાલી વારસ ન હોવાનું જાણવા મળે છે. અહીં ઇમરજન્સી રૂમના ડોકટરોએ તપાસ કરતા જય મૃત હતો. અને આશરે 6 કલાક પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયાનું તારણ નીકળ્યું હતું. મૃતદેહ સાથે કાલાવડ સામુહિક આરોગ્ય કેન્દ્રની રીફર ચિઠ્ઠી હતી. જેમાં બપોરે 2 વાગ્યે મૃતદેહના પલ્સ અને બીપી ચેક થયાનું લખાણ હતું. એટલે કે જાણી જોઈને પાંચેક કલાક પહેલા મૃત્યુ પામેલ વ્યક્તિને કાલાવડ ખાતે જીવિત બતાડવા પ્રયત્ન થયો હતો.
આ અંગે સિવિલના એક જવાબદારી તબીબે કાલાવડ ખાતે ત્યાંના આરોગ્ય અધિકારી સાથે આ બનાવની ટેલિફિનક ચર્ચા કરી હતી. ઉપરાંત જેણે મૃતદેહ સાથે રીફર લેટર મોકલેલ તે ડોકટર સાથે પણ વાત કરી આ પ્રકારે શા માટે કરવામાં આવે છે તેનો ઉધડો લીધો હતો. અંતે ભીનું સંકેલી મૃતદેહ કાલાવડ પરત લઈ જવાયું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.