રાજકોટ શહેર જીલ્લાના પડધરીના આજી-૨ ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્યો.
રાજકોટ શહેર તા.૧૧/૭/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પડધરી તાલુકામાં આવેલ આજી-૨ ડેમની સપાટીમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી ડેમનો ૧ દરવાજો ૧ ફૂટ ખોલવામાં આવ્યો છે. આથી ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.