કસીનો અને ક્રિકેટ મેચમાં આઈડી પર જુગાર રમાડતો ગૌતમ રામાણી ઝડપાયો
અલ્કાપાર્ક શેરી નં.7 ના ખુણેથી કસીનો અને ક્રિકેટ મેચમાં આઈડી પર જુગાર રમાડતા ગૌતમ રામાણીને પીસીબીની ટીમે દબોચી લીધો હતો. આઈડી બુકી અનીલ ગોલતર અને મલય પોબારૂએ આપ્યાનું ખુલતાં બંનેની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.
ત્યારે સ્ટાફને હકીકત મળેલ કે, ગૌતમ રામાણી નામનો માણસ અલ્કાપાર્ક શેરી નં.7 ના ખુણે રોડ ઉપર ઉભો છે અને પોતાના મોબાઇલ ફોનમાંથી ક્રિકેટ મેચોમાં રન ફેરના સોદાઓ થઇ શકે તે માટે તથા લાઇવ કસીનોની રમતમાં રૂપિયાની હારજીત માટે અન્ય લોકોને જુગાર રમવાની આઇડી ફોરવર્ડ કરી પૈસાની હાર-જીતનો જુગાર રમાડે છે., તેવી ચોકકસ બાતમીના આધારે દરોડો પાડી શખ્સનું નામ પૂછતા પોતાનુ નામ ગૌતમ સુરેશ રામાણી (ઉ.વ.30),(રહે. મારૂતીનગર-3 શેરી નં.1 કુવાડવા રોડ) હોવાનું જણાવ્યું હતું.
તેમના હાથમાં મોબાઇલ ફોન જોતા મોબાઇલમાં ઓન સ્ક્રીન GMBET247 નામની આઇ.ડી જોવામાં આવેલ જેમાં અલગ અલગ પેટીએમ મારફતે સોદાઓ પડેલ હોવાનું જોવા મળ્યું હતું. જેમાં કુલ રૂ.6.42 લાખ બેલેન્સ જોવા મળ્યું હતું. જે બાબતે આરોપીને પૂછતાં પોતે માસ્ટર આઈ.ડી.માંથી મેચોમાં રન ફેરના સોદાઓ થઈ શકે તે માટે અન્ય લોકોને જુગાર રમવાની આઈ-ડી ફોરવર્ડ કરી જુગાર રમાડતો હતો. પીસીબીની ટીમે મોબાઈલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પોતાના ભાગીદાર અનીલ ગોલતર તેમના મીત્ર મલય પોબારૂ પાસેથી GMBET247 નામની જુગાર રમવાની આઈડી મેળવી અનીલ ગોલતરે ગૌતમના મોબાઇલ ફોનમાં ખોલી આપેલ અને માસ્ટર આઈ.ડી.નુ સંચાલન ગૌતમ કરી જુગાર રમાડતો હતો. પીસીબીની ટીમે આઈડી આપનાર અનીલ ગોલતર અને મલય પોબારૂની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.