વડોદરામાં ધો. 10ની વિદ્યાર્થિનીનો બેડરૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત. - At This Time

વડોદરામાં ધો. 10ની વિદ્યાર્થિનીનો બેડરૂમમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત.


શહેરના વડસર રોડ ઉપર રહેતી 15 વર્ષની વિદ્યાર્થિનીએ થોડા સમય પહેલાં જ ધો. 10ની પરીક્ષા આપી હતી. જો કે, ગત મોડીરાત્રે પોતાના ઘરમાં જ ઓઢણીથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી વિદ્યાર્થિનીના રહસ્યમય મોતની તપાસ હાથ ધરી છે. આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ભણવામાં હોશિયારી હતી, ક્યાં કારણોસર આવું પગલું ભર્યું તે અંગે મને ખબર નથી.

મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના વડસર મધુ સાગર સોસાયટીમાં રહેતી ધો. 10ની વિદ્યાર્થિની પ્રિયા મુકેશભાઇ જોશી (ઉં. વ. 15)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ હતી. આ વિદ્યાર્થિનીએ ગત માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. 10ની પરીક્ષા આપી હતી. જાકે પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થિની અગમ્ય કારણોસર ગુમસૂમ રહેતી હતી.

ગત મોડીરાત્રિ દરમિયાન પ્રિયાએ પોતાના બેડરૂમના પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. સવારે પિતા મુકેશભાઇ જોશીએ દીકરીને પંખા ફાંસો ખાઇ લીધો હતો. સવારે પિતા મુકેશભાઇ જોશીએ દીકરીને પંખા ઉપર લટકેલી જોતા સ્તબ્ધ થઈ ગયા હતા અને રોકકળ શરૂ કરી હતી. મુકેશભાઇ જોશીનો રડવાનો અવાજ સાંભળી પરિવારના અન્ય લોકો તેમજ પાડોશી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.