સાબરકાંઠામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને સાત વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ - At This Time

સાબરકાંઠામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને સાત વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ


*સાબરકાંઠામાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ ને સાત વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરાઇ*
*********
*૧૯૬૨ દ્વારા છેલ્લા એક વર્ષમાં કુલ ૪,૮૭૭ બિનવારસી પશુ- પક્ષીઓને નવ જીવન અપાયુ*
****
ગુજરાત સરકાર અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસનાં સંયુક્ત ઉપક્રમે બિનવારસી પશુ પક્ષીઓ માટે આર્શીવાદ રૂપ કાર્યરત ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સને સાત વર્ષ પૂર્ણ થતા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઈ સુથારનાં જણાવ્યા અનુસાર ૧૯૬૨ ની આ નિઃશુલ્ક સેવા દ્વારા છેલ્લા એક વર્ષમાં ૪,૮૭૭ પશુ પક્ષીઓને નવ જીવન આપવામાં આવ્યું છે. જેમાં શ્વાનના ૨૯૬૬, ગાયના ૧૦૬૦, બિલાડીના ૯૨, બંદરના ૨૪,પોપટના ૧૭, ખિસકોલીના ૧૫,મોરના ૧૨,નીલગાયના નવ,કબૂતરના ૫૮૦,ચકલીના ૧૪ અને અન્ય ૮૮ કેસનો સમાવેશ થાય છે. ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુઓના રૂમેનોટોમી, સીજેરિયન તથા એક્સિડન્ટમાં ઘવાયેલ પશુઓના જટિલ ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત ડૉ. સ્વીટી પટેલ અને ડ્રાઈવર અજીજ મેમણ દ્વારા જિલ્લામાં કુલ મળીને છેલ્લા એક વર્ષમાં ૪,૮૭૭ પશુ પક્ષીઓને સ્થળ પર જ યોગ્ય સારવાર આપવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.