કલકત્તાની અપરાધના વિરોધમાં મશાલ માર્ચ ઘટના મામલે જેતપુરમાં હિન્દુ સંગઠનો રેલી યોજી - At This Time

કલકત્તાની અપરાધના વિરોધમાં મશાલ માર્ચ ઘટના મામલે જેતપુરમાં હિન્દુ સંગઠનો રેલી યોજી


કલકત્તામાં મહિલા તબીબ સાથે બનેલી દુર્ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. આ ઘટના સામે જેતપુરમાં પણ હિન્દુ સંગઠનો પોતાનો અવાજ ઉઠાવ્યો છે. શનિવાર સાંજે 9 વાગ્યે તીનબતી ચોકથી દેસાઈ વાડી સુધી મશાલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ કર્યો હતો. આ માર્ચ દ્વારા તમામ લોકોએ કલકત્તાની ઘટનાની નિંદા કરી હતી અને આવા પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા માટે સરકારને અપીલ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા ની નિંદા કરવા માટે નરસિંહ મંદિરના મહંત કનૈયા નદજી મહારાજના વડપણ હેઠળ મશાલ માર્ચ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તા ની આર.જી.કર. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માં એક મહિલા ડોક્ટર પર ક્રૂર બળાત્કાર અને હત્યા ની તાજેતર ની ઘટના બની હતી.આ ધિક્કારપાત્ર કૃત્ય પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની ગંભીર બેદરકારીને પ્રકાશિત કરે છે આવી ઘટના માટે તાત્કાલિક કાર્યવાહી કરવા ની માંગ સાથે આજે આ કૂચ માત્ર પીડિતા પ્રત્યેની એકતા નું પ્રતીક જ નહીં, પરંતુ મહિલાઓ ની સુરક્ષા અને ગૌરવ ની ખાતરી કરવામાં પ.બંગાળ રાજ્ય સરકાર ની નિષ્ફળતા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

અહેવાલ આશિષ પાટડીયા જેતપુર


9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.