*જૂની પેન્શન યોજના મામલે 9મી ડિસેમ્બરે હિંમતનગર મુકામે સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લાના શિક્ષકો પદયાત્રા - At This Time

*જૂની પેન્શન યોજના મામલે 9મી ડિસેમ્બરે હિંમતનગર મુકામે સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લાના શિક્ષકો પદયાત્રા


*જૂની પેન્શન યોજના મામલે 9મી ડિસેમ્બરે હિંમતનગર મુકામે સાબરકાંઠા, અરવલ્લી તથા ગાંધીનગર જિલ્લાના શિક્ષકો પદયાત્રા તથા મહાપંચાયત યોજી જૂની પેન્શન યોજનાના અમલ તથા અન્ય પડતર પ્રશ્નોના ઉકેલ અંગે શંખનાદ કરશે.*

આગામી 9મી ડિસેમ્બરને શનિવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા નક્કી થયા મુજબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો ત્રણ સ્થળેથી અલગ અલગ પદયાત્રા કરીને પરશુરામ પાર્ક, ટાવર ચોક પાસે ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઈ મહાપંચાયત કરશે. આ અંગેના આયોજન માટે પરશુરામ પાર્કમાં મિટિંગનું આયોજન થયું. જિલ્લાના પ્રાથમિક સંવર્ગના અધ્યક્ષ ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાંત મહામંત્રી મિતેશભાઇ ભટ્ટ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ જે ડી પટેલ મંત્રી મહેન્દ્રભાઈ પટેલ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ પ્રાંત ઉપાધ્યક્ષ અને જિલ્લા મંત્રી પંકજભાઈ મહેતા પ્રાંત સહ સંગઠન મંત્રી મહેશભાઈ ભટ્ટ અને સૌ હોદ્દેદારો સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે 01 /04/ 2005 પહેલા નિમાયેલા શિક્ષકોને પેન્શનમાં સમાવવા સહિતના કેટલાક મુદ્દા ઉપર સરકારે સમાધાન કર્યું હતું પણ આજ સુધી તેના ઠરાવ થયા નથી.આ ઉપરાંત 2005 પછી નિમાયેલા તમામને પેન્શનમાં સમાવવા સહિતના અન્ય વર્ષો જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઉત્તર ગુજરાત ઝોના તમામ જિલ્લાના શિક્ષકો શનિવારે મોટી સંખ્યામાં બપોરે 3 વાગે પદયાત્રા કરી બગીચા વિસ્તારમાં આવેલા પરશુરામ પાર્ક, ટાવર ચોક પહોંચશે અને 4 વાગે ત્રણેય જિલ્લાના શિક્ષકોની મહાપંચાયત યોજીને સમાધાન થયેલ બાબતોના પરિપત્રો અને જૂની પેન્શન સહિતના પ્રશ્નો બાબતે માંગ બુલંદ બનાવાશે. આમ છતાં કોઈ ઉકેલ નહીં આવે તો આગળની રણનીતિ ઘડવામાં આવશે.

ભવદીય ,
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.