ગુજરાતના GST કમિશનરે 620 એકર જમીન પડાવી મહાબળેશ્વરમાં ગેરકાયદે રિસોર્ટ બાંધ્યો હોવાનો આરોપ - At This Time

ગુજરાતના GST કમિશનરે 620 એકર જમીન પડાવી મહાબળેશ્વરમાં ગેરકાયદે રિસોર્ટ બાંધ્યો હોવાનો આરોપ


Gujarat GST Commissioner: ગુજરાતના અમદાવાદમાં જીએસટી કમિશનર ચંદ્રકાંત વળવીએ મહારાષ્ટ્રના સાતારામાં આવેલા પર્યટન સ્થળ મહાબળેશ્વરમાં 620 એકર જમીન પડાવી 40 એકર જમીન પર અનધિકૃત રિસોર્ટનું બાંધકામ કર્યું હોવાના આરોપથી ચકચાર જાગી છે. માહિતી અધિકારી કાર્યકર્તાએ આ રિસોર્ટ તોડી પાડવાની માગણી કરતા સાતારા જિલ્લાધિકારી કાર્યાલય દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. બીજી તરફ આ મામલામાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો માહિતી અધિકારી કાર્યકર્તાએ 10 જૂનથી કલેક્ટર ઓફિસ સામે આંદોલનની ચીમકી આપી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.